________________
૩૦
બેધામૃત આવે તેય કંઈ ભય ન લાગે. વારંવાર વિચારીને, દઢ કરીને, આપણા હદયમાંથી ખસી ન જાય એવું કરવું. અનંતકાળનાં કર્મો કપાઈ જાય એવું આ હથિયાર જ્ઞાનીએ આપ્યું છે.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.” આ જ ખાસ લક્ષ કરવા યોગ્ય છે. વારંવાર જ્ઞાનીને આ જ કહેવું છે. પણ જીવને ટક્ત નથી. જ્યાં સુધી જીવને મેહ છે ત્યાં સુધી બાહ્યભાવ રહે છે. પૈસા તે પરમેશ્વર થઈ પડ્યા છે.
૭૧ શ્રીમદ્ રા. આ. અગાસ, આસો વદ ૭, ૨૦૦૯ પ્રત્યક્ષ સદૂગુરુગમાં જે વાંચ્યું હોય, વિચાર્યું હોય, તે યાદ આવે તે ઘણે લાભ થાય. પહેલાં તે પ્રભુશ્રીજી વાત બહુ કહેતા.
એક સાસુ અને વહુ હતાં. તે બન્નેને સારું બને. વઢવાડ ન થાય. સાસુ વહુ ઉપર બહુ પ્રેમ રાખે. એને પ્રેમથી બેલાવે, ખવડાવે, સારું સારું પહેરવા આપે અને વહુ પણ સાસુની સેવા કરે, કામકાજ કરે. એક દિવસે એની સાસુ મરી ગઈ. ત્યારપછી રાત્રે એણે એના ધણીને વાત કરી કે મારાં સાસુજી એવાં હતાં કે મને સારું સારું ખાવાપીવાનું આપતા, બહુ લાડથી રાખતાં. સાસુજી મરી ગયાં. હવે શું કરીશું ? એમ કહી રડવા લાગી. પછી સવાર થયું ત્યારે એના ઘરધણને એમ થયું કે એને એક લાકડાની પૂતળી કરાવી આપું. પછી તે સુથારને ઘેર જઈને એક લાકડાની પૂતળી કરાવી લાવ્યું. અને પોતાની સ્ત્રીને કહ્યું કે લે આ તારી સાસુ, વહુ તે પછી “મને સાસુજી મળ્યાં એમ જાણી રાજી થઈ ગઈ હવેથી જે કંઈ કામ કરે તે સાસુજીને પૂછીને કરે. ખાવા બેસે ત્યારે ય પૂતળીને પાસે લઈને કહે કે હવે ખાવાને વખત થયે છે, માટે ત્યે સાસુજી, આપણે ખાઈએ. એમ કહી પૂતળીના મોઢામાં કેળિયે મૂકે. એની સાથે વાત કરે અને સાંજ પડે ત્યારે પૂતળીને સાથે લઈ ભેગી સૂઈ જાય. એમ કરતાં કરતાં આ તે એટલી બધી પૂતળીમાં તલ્લીન થઈ ગઈ કે બધું ઘરનું કામ કરવું પણ ભૂલી ગઈ. બરાબર કામે ય કરે નહીં. એના ઘરધણીને થયું કે મેં તે રમકડા જેવું એને આપ્યું હતું અને આ તે એમાં એટલી બધી તકલીન થઈ ગઈ છે કે ઘરનાં કામ પણ બરાબર કરતી નથી. એને ઘરધણુ બેલાવે તેય કહે કે ના, હું તે નહીં આવું. સાસુજીનું કામ કરી પછી આવીશ. રાજ સાસુજીની જ ભક્તિ કરે. એક વખત એના ઘરધણીએ કહ્યું કે અહીંથી જતી રહે. તારાં સાસુજીને લઈને જતી રહે. પેલી તે સાસુને લઈને ચાલતી થઈ. જતાં જતાં કોઈ જંગલમાં આવી. ત્યાં આગળ રાત પડવા આવી. તેથી વહુએ કહ્યું કે સાસુજી, આપણે હવે શું કરીશું ? હવે રાત પડવા આવી છે ને જંગલમાં ક્યાં જઈશું? કઈ જનાવર આવી મારી નાખશે, માટે ત્યે આપણે આ ઝાડ ઉપર ચઢી જઈ એ. એમ કરી સાસુજીને હાથમાં લઈ ઝાડ ઉપર જઈને બેઠી. સવારના સાડાચાર વાગ્યાને વખત થયે, ત્યારે ચેર ચેરી કરીને આવતા હતા. તે ચોરે તે ઝાડની નીચે બેઠા અને બધે માલ વહેંચવા લાગ્યા. તેમણે એવા સેગંદ દીધેલા કે આ વહેંચણીમાંથી જે કઈ આઘું પાછું કરશે તેના ઉપર ખણખણતી વીજળી પડશે. એટલામાં પેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org