________________
૩૧૮
બેધામૃત વિકલ્પ કરે ત્યારે મન કહેવાય. અને જ્યારે સંકલ્પવિકલ્પ વિલીન થઈ જાય ત્યારે મન વિલય થયું ગણાય.
ઊપજે મોહવિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.” (૯૫૪) મેહના વિકલ્પથી સંસાર ઊભે થાય છે અને અંતર્મુખ વૃત્તિ થાય તે એ બધા વિકલ્પ નાશ પામે.
વાંચવું એ તે એક વિચાર આવવાનું નિમિત્ત છે. વાંચીને પછી વિચાર કરો કે એમાં કહ્યું તે આપણાથી થાય એવું છે કે કેમ? એમાં આપણે છોડવા એગ્ય શું આવ્યું? એમ વિચાર કરવા. વાચનમાં જે વાત આવી તે જ વિચારવી એવું કંઈ નથી. બીજા પણ તે સંબંધી વિચાર કરવા. એકબીજાને પૂછવું, ચર્ચા કરવી. ભલે એક બે શ્લેક જેટલું વંચાય તોય કંઈ વાંધો નથી, પણ એમ વિચાર કરતાં શીખવું. ભણવાની સાથે દેહાધ્યાસ છેડવાને છે એ લક્ષ રાખ.
મુમુક્ષુ–“ખદ્ધવ્યના ગુણપર્યાય વિચારો.” (પ-૪૧) એટલે શું? - પૂજ્યશ્રી–ખ એટલે ષટુ, છ દ્રવ્યના ગુણપર્યાય. જેમકે આત્મામાં જ્ઞાન ગુણ છે. એ ગુણ હંમેશાં રહે જ. એ જ્ઞાન જુદું જુદું જાણે એથી જાણવાની બીજી બીજી અવસ્થા પલટાય તે પર્યાય છે. સહનત તે ગુણ અને કમવર્તી તે પર્યાય એમ કહેવાય છે.
[પત્રાંક ૪રપ ના વાંચન પ્રસંગે] દેહ પ્રત્યે મેહ કરવાથી કંઈ લાભ નથી. બધા જ્ઞાનીઓએ દેહાધ્યાસ છોડ્યો છે. દેહને માટે દુઃખી થવાનું નથી. આર્તધ્યાન થાય તે પાપ બંધાય. વેદનામાં વૃત્તિ રહે, વેદના દૂર કરવાની ઇચ્છા થાય, તે આર્તધ્યાન છે. ઈષ્ટના વિયેગને લીધે ચિંતા થાય તે પણ આર્તધ્યાન છે, અનિષ્ટને સંગ દૂર કરવાની ચિંતા તે પણ આર્તધ્યાન છે. અને મને ફલાણું મળે એમ નિદાન કરે તે પણ આર્તધ્યાન છે. આર્તધ્યાનથી અર્ધગતિ થાય છે. દેહને માટે આત્માને કર્મ બંધાવી અર્ધગતિમાં લઈ જાય એવું કરવાનું નથી. આત્માનું હિત થાય તેની ચિંતા કરે તે સારું છે. હવે તે આત્માને માટે જ દેહ ગાળે છે. દેહમાં ને દેહમાં વૃત્તિ રહે તે આત્માભણ વૃત્તિ જાય નહીં. અનંત ભવ ગયા તેય દેહનું કામ થયું નહીં. માટે દેહની પંચાત છેડી આત્માને માટે જ આ દેહ ગાળવે છે એ નિશ્ચય કરે. શરીરમાં જ વેદના થાય છે અને માને છે કે મને થાય છે. એમ માન્યતામાં ભૂલ છે. દેહના ધર્મને પિતાને માને છે. શરીરમાં વૃત્તિ જાય તે ખોટું છે, એમ સમજણ હોય તે થાય. વિવેકબુદ્ધિ જાગી હોય તેને લક્ષ રાખે તે ભેદ પડી જાય. બધાં કર્મ જવા માટે આવે છે, પણ અજ્ઞાનને લઈને નવાં બંધાય છે. આ આત્માને અજ્ઞાન છે તેથી અનંત કાળથી ભટકે છે. એ અજ્ઞાન ક્યારે જશે ? એની ચિંતા કરવાની છે. - “માત્ર દટિકી ભૂલ હૈ.(હા૧-૧૪). દષ્ટિ ફરી તે પછી થયું. જેવી દષ્ટિ તેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org