________________
અણિ વિષે પિસતાં દુઃખ દે, છોડતાં નાગને તેમ છે, જે જીવવા ઝેર પીવે કુબુદ્ધિ, આશાતના ગુરુની તેવી કીધી. તે ભલે બળે ના અગ્નિ વિષે કે, છ ડિયે નાગ સે નહીં કે, કદી ઝેરથી આયુ કેનું ન તૂટે, આશાતનાકારી કદી ન છૂટે. ૭ ચહે મસ્તકે પર્વતે ભેદવા કો, જગાડે તે સિંહ રમાડવા કે, જે શસ્ત્રશક્તિ થી પ્રહારે, આશાતના ગુરુની અને ધારે. ૮ ભેદે કદી કે ગિરિ મસ્તકે તે, છે સિંહ હણે નહીં કે, શક્તિ વડે હાથ કપાય ના છે, આશાતનાકારી છૂટે નહી કો. ૯ આચાર્યવર થાય કદી અપ્રસન્ન, અધિ-આશાતનામાંહિ મગ્ન, ન મુક્ત થાય તેથી મુમુક્ષુ ગુરુકૃપાથે જ વર્તે, સુભિક્ષુ. ૧૦ યથા યજ્ઞ–અગ્નિ પૂજે વિપ્ર પ્રીતે દઈ આહુતિ મંત્રપદ ઉચરીને, ભજે શિષ્ય સદગુરુને તે જ રીતે, ભલે જ્ઞાન પૂર્ણ ધરે તેય પ્રીતે. ૧૧ જેની કને ધર્મ-સિદ્ધાન્ત શીખે, તેને વિનય ભાઈ કદી ન ચૂકે, ધરી અંજલિ શિર પર સ્તુતિ કરજે, ત્રણે વેગથી નિત્ય સભાવ ધરજે. ૧૨ લજજા, દયા, સંયમ, બ્રહ્મચર્ય, વિશુદ્ધિદાયક મુમુદાકાર્ય, સદા પૂજજે તે સદ્ગુરુ પ્રીતે જે નિત્ય શિક્ષા દેતા સુરીતે. ૧૩ પ્રભાતે પ્રકાશે રવિ જેમ સર્વ આચાર્ય શ્રુતશીલ બુદ્ધિ અપૂર્વ વિરાજતા ઈન્દ્ર સુરની સભામાં, ગુરુ દીપતા તેમ સ્વયં પ્રભામાં. ૧૪ જે કાર્તિકી પૂર્ણિમામાં સુચન્દ્ર નભે શોભતે નિર્મલ શે નિરભ્ર, નક્ષત્ર-તારાગણથી વિંટાયે, આચાર્ય મહિમા સુશિષ્ય દિપા. ૧૫ મેક્ષાભિલાષી ગુરુ ઉદધિ શા, સમાધિગશ્રુત–શીલ–ધીના, અનુત્તર જ્ઞાન આદિ ચહે જે, ધર્માથ, આરાધી ગુરુ તેષજે તે. ૧૬ મેધાવી, સુણી સુભાષિતે આ, પ્રમાદ તછ કર આચાર્ય–સેવા,
અનેક ગુણેની આરાધનાથી વિનયે વરે સર્વ ઉત્કૃષ્ટ સિદ્ધિ. ૧૭ કાતિક સુદ ૧૦, ગુરુ, સં. ૨૦૦૨ દશવૈકાલિક અધ્યયનમાંથી અનુવાદિત, શ્રી બ્રહ્મચારીની ડાયરીમાંથી ઉપલબ્ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org