________________
૨૦૦]
દર્શન અને ચિંતન માન્યા વિના મિથિલા ભણું પ્રવાસ કર્યો. પિલખવાડ, સિંહવાડા અને દરભંગા એમ ત્રણ સ્થળોએ જુદે જુદે વખતે કેટલેક સમય ખર્ચો. ત્યાંને પ્રવાસ નિષ્ફળ ગયે એમ તે ન કહી શકાય, પણ સાધનની અપૂર્ણતા અને જાતની પરતંત્રતાને લીધે ઈચ્છા અને જિજ્ઞાસાના પ્રમાણમાં લાભ ઓછો મળ્યો એમ કહી શકાય. અલબત્ત, એ ઓછા લાભને બદલે બીજી ઘણું રીતે મને નિઃશંકપણે મળી ગયો. ત્યાંને કટ્ટર બ્રાહ્મણસમાજ, ત્યાંની કાળજૂની ગંભીર સનાતન વિદ્યા પરંપરા, ત્યાંના સનાતન માનસવાળા પણ અત્યંત સહૃદય ઉચ્ચતમ વિદ્વાનો અને ત્યાંની વ્યાપક વિદ્યાવૃત્તિ અને વિદ્યાભક્તિ-એ બધાને સીધો પરિચય થયો, જેણે મારા આગળના જીવનમાં બહુ સારી અસર ઉપજાવી છે. મિથિલાનાં સંસ્મરણે
મિથિલામાં દેશસ્થિતિ અને દેશાચાર જાણવા પામ્યો તેને હું વિદ્યાધ્યયનને એક ભાગ ન લેખું તે ખરેખર જડજ ગણાઉં. માઈલે લગી આંબા, જાંબુડા, લીચી અન કટહર (ફણસ)ના ઝાડ નીચે પડેલ ફળો અનાયાસે મેળવવાં, કદી ન સૂકાતી નદીને કાંઠે ફરવું, ચોમાસાના ચડતા પૂરમાં શરદીના ડર વિના ઝંપલાવવું, ચારેક આનામાં કેળાની આખી લુમ મેળવવી, કૃષ્ણાભોગ જેવા સુગંધી ભાત ખાવાના અભ્યાસથી ઘઉં ખાવાને જન્મસિદ્ધ અભ્યાસ છૂટ, ઘર-આંગણાના પિખરાના ગંદા પાણીને પણ ગંગાજળ માની કડકડતી ટાઢમાં નહાવું, રાતની કડકડતી ટાઢમાં બીજા સાધનને અભાવે ડાંગરનું પરાળ પાથરી પાથરવાની એક માત્ર જાજમ ઓઢી ભેંય પર સૂવું, ઉચ્ચ ગણાતા બ્રાહ્મણને થતો વધારેમાં વધારે સ્ત્રીઓનો લાભ, એટલે સુધી કે પરિણીત અગિયાર સ્ત્રીઓમાંથી અન્તઃપુરમાં બે અને બાકીની પિયરમાં-એની સીધી જાણ થવી, અને બીજે ક્યાંય નહિ આસ્વાદેલ દહીંનું જમણ ઈત્યાદિ ન્યાયશાસ્ત્રના શુષ્ક ગણુતા અભ્યાસમાં રસ સીંચતું. પરીક્ષાના અનુભવે
અધ્યયન કરતી વખતે તે પરીક્ષા આપવાની કલ્પના ન હતી, પણ મનમાં એ ભૂત ભરાયું. એમ થયું કે બધું તૈયાર જ છે તે પરીક્ષા કેમ ન આપવી ? ભારત અને ભારત બહાર પ્રસિદ્ધ અને અંગ્રેજ અમલ દરમિયાન સ્થપાયેલ કેન્દ્રોમાં સૌથી જૂની કવીન્સ કોલેજમાં ન્યાયની ચારેય વર્ષોની એકસામટી લેવાતી પરીક્ષા આપી. પ્રિન્સિપાલ અસાધારણ સંસ્કૃત અંગ્રેજ વિનિસ સાહેબ. પરીક્ષા હતી તે લેખિત પણ લેખકની ભૂલ જણાતાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org