________________
૨૫૬]
દર્શન અને ચિંતન હેત તે એક વાર પહેલે નંબર આવેલ તે આવી શકત કે નહિ એને શક જ હતું. બે વર્ષ બાદ જેમ જેમ પંડિતની સંકુચિત દૃષ્ટિને વિશેષ અનુભવ થયે, તેમ તેમ પરીક્ષાને મોહ ઓછો થતો ગયે. અને છેલ્લા વર્ષમાં પરીક્ષા પાસેથી પરીક્ષા આપી ઊઠતાં જ પ્રતિજ્ઞા કરી કે હવે પછી અહીં પરીક્ષા નિમિત્તે પગ ન મૂકે. અને તે જ પ્રતિજ્ઞા છેવટ સુધી ચાલી.
સ્વામી દયાનંદને કાશીની શિક્ષણપ્રણાલી તરફ સખત કટાક્ષ હતા. તેનાં બીજાં કારણોમાં નીચેનાં ત્રણ કારણો હતાં, એમ મને તે વખતે લાગેલું અને હજી પણ લાગે છે.
૧. પંડિત અને વિદ્યાર્થીઓની પ્રચલિત લોકભાષા-ખાસ કરીને હિંદી ભાષા શીખવા, બેલવા અને લખવા તરફ બેદરકારી. ‘
૨. રાષ્ટ્ર અને દેશ તરફ તેઓની તદ્દન ઉદાસીનતા, અને ધર્મવિષયક અસહિષ્ણુતા.
૩. ઉચ્ચારણવિષયક બેદરકારી અહીં ત્રીજા કારણ વિષે જરા ઇશારે કર આવશ્યક છે. કોઈ પંડિતને પૂછે કે વ્યાકરણમાં ઉચ્ચારણના દેષો કેટલા છે? તે તે વગરવિલંબે ગણવી જાય; પણ જે દેષો તે ગણાવે, તે જેમ મોઢે ગણાવ્યે જાય, તેમ પિતાના ઉચ્ચારણમાં સક્રિય તે બતાવતા પણ જાય. દક્ષિણાત્ય અને બીજા કેટલાક ખાસ પંડિત અને વિદ્યાર્થીઓને બાદ કરીએ તે ઉચ્ચારણ દોષ ત્યાં એટલે બધે છે કે તેને લીધે તેમના ઉપર મને તે દયા જ છૂટતી. સંસ્કૃતના ધુરંધર વિદ્યાર્થીઓ જ નહિ પણ પંડિત સુદ્ધાં જે હિંદી વાંચે તો તેમનું હિંદી વાચન સાંભળનાર જે ગીતા કે ધમ્મુપદમાંથી પૂર્ણ ગાંભીર્ય શીખી ન આવ્યું હોય તે ગમે તેટલે પ્રતિબંધ છતાં હસી જ પડે. બીજા બધા કરતાં ઉચ્ચારણદેષ મને વધારે ખટકવાનું કારણ કદાચ મારી સાંભળીને શીખવાની પરિસ્થિતિ હશે. પણ એ દોષ વિષે હું જરાયે અત્યુક્તિ નથી કરતો. આજકાલ ઘણાયે અંગ્રેજી ભણેલાને હું ગુજરાતી વાંચવા આપું છું ત્યારે તેમનું ગુજરાતી વાચન પણ એ પંડિતના હિન્દી વાચનની કક્ષામાં જ જાય તેવું જોઉં છું. વાંચવાને અર્થ સામાન્ય રીતે બધા એટલે જ સમજે છે કે લખેલું કે છાપેલું હોય તે આંખે જોઈ ગડગડાવી જવું. આ ખાતરી ધણાખરા શિક્ષકેમાં પણ છે, તેથી એ દોષનો વાર વધે જ જાય છે. છાપવાની કળાથી હણાઈ ગયેલું અક્ષરનું સૌષ્ઠવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org