________________
૮૦૪]
દર્શન અને ચિંનત્ય
ધરાવતા કઈને કઈ પત્રમાં પ્રસિદ્ધ થયેલા છે. તેમાંથી પણ મેટે ભાગ પ્રબદ્ધ જન'માં પ્રસિદ્ધ થયેલ છે તેથી, અને લેખક જન્મે જૈન છે અને ઘણું બાબતો એમણે જૈન સમાજને ઉદ્દેશી ચર્ચા છે તેથી, સ્થૂલ રીતે વિચાર કરનાર અને વાંચનાર વર્ગને એમ લાગવાને ચક્કસ સંભવ છે કે પ્રસ્તુત લેખસંગ્રહ તો જૈન પરંપરા સાથે જ સંબંધ ધરાવે છે અને લેખક જૈન પરંપરાની પરિધિમાં જ વિચાર કરતા હશે. પરંતુ જેઓ પ્રસ્તુત લેખોના લેખકના માનસને ઠીક ઠીક પિછાણે છે અને જેમણે જાણ્યું કે અજાણે તેમને કોઈ પણ લેખ વાંચ્યું હશે તેમને એ કહેવાની જરૂર જ નથી કે પરમા નંદભાઈ નાના કે મોટા કોઈ પણ વર્તેલમાં કામ કરતા હોય ત્યારે કદી સંકુચિત દૃષ્ટિથી કે સાંપ્રદાયિક દૃષ્ટિથી નથી વિચારતા કે નથી લખતા. એમણે
જ્યાં જ્યાં જૈન સમાજને ઉદ્દેશી કે તેની સાથે સંબંધ ધરાવનાર પ્રશ્નોને લક્ષીને લખ્યું છે ત્યાં પણ તેમને માપદંડ માત્ર સત્યલક્ષી અને માનવતાવાદી જ રહ્યો છે. કોઈ એક મુસલમાન કે ખ્રિસ્તી પિતાના કાર્યક્ષેત્રને અનુસરી ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મને ઉદ્દેશીને અને છતાં સંપૂર્ણ માનવતાસ્પર્શી લખે, વિચારે કે કામ કરે એને જે એ પરંપરા સિવાયના લેકે ઈતર પરંપરાનું કાર્ય લેખી તે વિશે બેપરવા રહે તો એમાં એમને જ ગુમાવવાનું છે. અલબત્ત, વિચારશીલ વાચકોને ફાળે એટલું કરવાનું તે બાકી રહે જ છે કે જ્યાં જ્યાં માનવતાની દૃષ્ટિએ અને માત્ર સત્યલક્ષી દૃષ્ટિએ લેખકે વિચાર્યું કે લખ્યું હોય અને છતાં તેમાં કોઈ એક પરંપરા કે વર્ગને ઉદ્દેશીને જ કહેવાયું હોય ત્યાં ત્યાં એ બધાંમાંથી પરંપરાવિશેષ અને સમાજવિશેષનું નામ ગાળી તે પાછળ રહેલ લેખકની વ્યાપક દષ્ટિને જ પકડવી. છેવટે તે કઈ પણ લેખક કે વિચારક અમુક પરિસ્થિતિ અને અમુક વર્તુલને લક્ષમાં રાખીને જ લખતો કે વિચારતા હોય છે. એટલે વાચક માટે જોવાનું એ બાકી રહે છે કે તેનું લખાણ કઈ દૃષ્ટિથી પ્રેરાયેલું છે. જે એને લખાણની પ્રેરક દૃષ્ટિ વ્યાપક અને માત્ર સત્યલક્ષી લાગે તો પછી એને માટે એ લખાણું વાચનક્ષમ અને વિચારક્ષમ બને છે. હું પિતે પરમાનંદભાઈનાં સંપ્રદાય, પંથ કે સમાજના ઉદ્દેશથી લખાયેલાં પહેલેથી આજ સુધીનાં બધાં લખાણને એ જ કસોટીથી જેતે આવ્યો છું અને મારી ખાતરી થઈ છે કે તેમનાં એ બધાં લખાણે ગમે તે પંથ, નાત કે સમાજને સમાન પ્રશ્નો પર એકસરખા લાગુ પડે છે. તેથી સૂચવવાનું પ્રાપ્ત એ થાય છે કે જેમ કેઈ પણ સાંપ્રદાયિક જૈન એમનાં લખાણોને માત્ર જેનલક્ષી માનવાની ભૂલ ન કરે તેમ જૈનેતરે પણ એવી ભૂલ ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org