________________
૨૪૮]
દર્શન અને ચિંતન મારું મન ઢળ્યું. એક તરફ એવાં ભજનોની શાબ્દિક યાદી અને બીજી તરફ તેના અર્થનું ચિંતન એ બંનેમાં મન ગરક થયું, અને તેથી પ્રાથમિક ભૂખ કાંઈક ભાંગવા લાગી. રસ્તાનું ગામ એટલે જૈન સાધુ તેમ જ સાધ્વીઓ અવારનવાર આવ્યા જ કરે. ઠાકરદ્વાર ઘર પાસે એટલે કેઈ કોઈ વાર ચારણે, ભાટો અને બાવાઓ પણ મળે જ. ગામ બહારની ધર્મશાળામાં સદાવ્રતને લેભે હમેશાં જુદા જુદા પંથના બાવાઓ આવે જ. ગામની ભાગોળે સ્વામીનારાયણના મંદિરમાં, પાળાઓ અને બ્રહ્મચારીઓ પણ આવે જ. ડાંક શેષ રહેલ બ્રાહ્મણગ્રહોમાં જે બેત્રણ ઘરડા અને જુવાન સનાતની બ્રાહ્મણે રહ્યા હતા તે પણ મળે જ. મનને જાણવાની ભૂખ હતી એટલે એ બધી સામગ્રી તેને કામ આવી. બધાં પાસે જવું, કાંઈક પૂછવું, કયારેક અભિમાનથી તે ક્યારેક તદ્દન નમ્ર જિજ્ઞાસાથી વાદવિવાદ કરવા, અને નવું દેખાય તે ગમે તે રીતે શીખી લેવું, એ તે વખતનો ભારે ધંધે જ થઈ પડ્યો હતે. પુસ્તકાલયમાં જે ગણ્યાંગાંડ્યાં પાંચદશ જૈન જૂનાં પુસ્તકે તે જ. તેમ છતાં એ ગામડાના ચેર પથરાયેલા ઉકરડાઓમાંથી જિજ્ઞાસુ મને અને થોડાઘણું પુરુષાર્થે કાંઈક મેળવી જ લીધું. તે વખતની મારી અભ્યાસ સામગ્રીમાં મુખ્યપણે ત્રણ વસ્તુઓ આવે છે. પહેલી, ભાષામાં જૈન ભજનોને અપાર સંગ્રહ. બીજી, ભાષામાં રચાયેલાં જૈન તત્ત્વજ્ઞાનનાં પ્રાચીન ઢબનાં પુસ્તકેને માટે જથ્થો. અને ત્રીજી વસ્તુ, પ્રાકૃત ભાષામાં રચાયેલાં જૂનાં કેટલાંક જૈન આગમ તથા છૂટાંછવાયાં સંત પ.
આ ત્રણ પ્રકારની જ્ઞાનસામગ્રી અસ્તવ્યસ્તપણે મેળવી. પણ તેમાંથી એ સૂઝયું કે પ્રાકૃત અને સંસ્કૃત ભાષાને અભ્યાસ કરવો જ જોઈએ. સંસ્કૃત વિના પ્રાકૃત ભાષા પૂર્ણ ન આવડે એ માહિતી પણ મળી. અને સંસ્કૃત ભાષાની રમણીયતાએ દિલ જીતી લીધું. એટલે કોઈ પણ રીતે સંસ્કૃત શીખવું એ એક જ નાદ લાગે. પણ એની સગવડ ક્યાં ? મારા ગામમાં મેટે ભાગે સ્થાનકવાસી જૈન સાધુઓ આવે. તેઓમાંના સંસ્કૃત કઈ ભાગ્યે જ જાણે. કોઈ તેનો જાણકાર આવે તે ટકનાર ન હોય. એટલે વધેલી અને વધતી જતી જિજ્ઞાસા પૂર્ણ થવામાં જેટજેટલે વિલંબ થતો તેટતેટલી વ્યાકુળતા વધે જ જતી. આને લીધે ક્યાંકથી છૂટું છવાયું સંસ્કૃતનું એકાદ વાક્ય કાને પડવું કે એકાદ પદ્ય સાંભળવામાં આવ્યું છે તે છવ સાટે જ થઈ જતું. ગામમાં બ્રાહ્મણે ચોરાશીમાં જમે અને લાડુ પેટમાં નાખવા સાથે સામસામાં પડ્યો પેટમાંથી કાઢી લાડુ માટે જગા ખાલી કરતા જાય, ત્યારે એ ફેંકેલાં પદ્યો દૂર બેસી અતિ ઉત્સાહથી હું જ જમી જતો. સંસ્કૃતનું એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org