________________
૨૩૨]
દર્શન અને ચિંતન હું જન્મ સ્થાનકવાસી છું. મૂર્તિપૂજક ફિરકામાં જીવન વ્યતીત કરું છું, અને દિગંબર પંથના નિકટ પરિચયમાં ખૂબ આવ્યો છું, છતાં એ ત્રણે ફિરકાઓમાંના ઘણા મને પોતાના ફિરકા બહારનો અથવા પિતાના ફિરકાને અનુયાયી માને છે. સ્થાનકવાસી મને મૂર્તિપૂજક સમજે છે. કેટલાક
શ્વેતાંબરે” દિગંબરમાં પક્ષપાત જુએ છે, અને દિગંબરે તે મને શ્વેતાંબર જ માને છે.. ખરી રીતે હું સમાન રૂપે ત્રણે ફિરકાને છું અને અસમાન રૂપે એકેનો નથી. એવી સ્થિતિમાં તમારા સંયુક્ત ઉત્સવમાં હું તમને સંભળાવીશ તે ભારે તે નહિ પડે ?” સામેથી ઉત્તર આવ્યું કે અમે યુવકે એ માટે તૈયાર છીએ. આ પ્રયત્ન યુવાનો જ છે. જ્યારે આવી ખાતરી મળી ત્યારે મેં કાંઈક બોલવા સ્વીકાર્યું, અને વિષય નક્કી કર્યો. “મૈન ધર્મ હૃદય વચા ” | જૈન ધર્મનું હૃદય શું છે ? એ વિષય ઉપર નીક-ળવાને દિવસે દોઢેક કલાક ચર્ચા થઈ જે આ વર્ણનમાં ટૂંકામાં પણ
આપી ન શકાય. વળી પ્રસંગ મળશે તે એ વિચારે વ્યવસ્થિત કરી ઉપપસ્થિત કરીશ.
જેમ આ મુસાફરી ત્વરાની હતી તેમ તેનું આ વર્ણન પણ તેથીયે - વધારે વરાપૂર્વક કરી આપ્યું છે. તેમાં ઘણી બાબત છેડી છે, ઘણી ટૂંકાવી છે, અને ઘણી ઉ&મે પણ મૂકી છે. આશા છે કે એ ત્રુટિ સંતવ્ય ગણાશે.
–પ્રસ્થાન, પુ૫, અં. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org