________________
૨૨૮]
દશન અને ચિંતન પેસેન્જર રૂપે એ વાત સાંભળ્યા જ કરી, પણ બર્દવાન સ્ટેશન જે કલકત્તાની નજીક છે ત્યાં પહોંચતાં અચાનક મૌન તૂટયું અને એ ભાઈ મારી પાસે આવ્યા. વળી વાત શરૂ થઈતેમણે કહ્યું: “જે ગાંધીજીએ એક ભૂલ ન કરી હોત તો જરૂર સ્વરાજ્ય મળ્યું હતું. અને તે એ કે, બારડેલીને ઠરાવ. અમે બધા ગાંધીજીને ખૂબ માનીએ છીએ, ખાદી માટે તેમણે બહુ કર્યું છે, વગેરે.” મેં કહ્યું કે “ગાંધીજી વૃદ્ધ-લગ્ન વિરુદ્ધ બહુ લખે છે અને તેને પરિણામે હમણાં કેટલાંક વૃદ્ધ-લગ્નો થતાં પણ અટક્યાં છે ત્યારે તમે આટલી ઉંમરે ગાંધીજીને સમજવા છતાં શા માટે પરણ્યા?” મારા આ પ્રશ્ન તેમની બુદ્ધિ શક્તિને ખૂબ વેગ આપ્યો. જેમ કોઈ દલીલબાજ વકીલ એક પછી એક દલીલ દીધે જ જાય છે તેમ તે ભાઈએ પિતાની દલીલબાણાવલિથી મને વીંધ્યા જે કરી નાખ્યું. તેમણે કહ્યું “આ લગ્નમાં મારે મુખ્ય હેતુ એક બ્રાહ્મણુકન્યાના ઉદ્ધારનો છે. એનો કન્યાકાળ વીતી ગયો એથી એનાં મા-બાપ, લાગતા વળગતાં તેમ જ એ કન્યા એટલાં બધાં દુઃખી થતાં અને લોકનિંદાથી ધવાયેલાં તે ગમે ત્યાં એ કન્યાને આપી દેવા તરફડી રહ્યાં હતાં. એ બધાનું દુઃખ મેં દૂર કર્યું, અને તેથી વધારે ઉપકાર તે એ કન્યા ઉપર મેં કર્યો છે. એ આંખમાં ફૂલવાળી કન્યાને કોઈ હાથ નહોતું પકડતું ત્યારે મેં કાઈની પરવા કર્યા સિવાય એને બચાવી લીધી છે. ખરી રીતે મેં આ લગ્ન કરીને એક બ્રાહ્મણકન્યાને અભયદાન આપ્યું છે. બાકી અત્યારે મને લગ્ન કરવાની તૃષ્ણ ન હતી.” મેં પૂછયું, “ઉંમર કેટલી ?” ઉત્તર મળે, “ચેપન થયાં હશે.” “શું તમે ન પરણ્યા હોત તે એ કન્યા રિબાત ?” પૂછયું. “અવશ્ય, તેનું જીવન એળે જાત. નાત નાની, કન્યાકાળ ગયેલ, આંખે ફૂલું, પછી તે કોણ? આપણે તો છીએ ઘરડા, એટલે એમ માની લઈએ કે જુગતું જ થયું છે. જે રૂપાળી અને સર્વાંગસુંદર કન્યા મળી હોત તો તે અભિમાની હવા ઉપરાંત પાછળથી સાચવવી પણ મુશ્કેલ પડત, આ તો ઠીક છે; નહિ ફાવે ત્યારે ખાવા જેટલું આપવાથી ગમે ત્યાં ઘરને ખૂણે પડી રહેશે. વગેરે.
કન્સલ્લજી અને આ સિદ્ધપુરવાળા ઠાકર બન્નેએ વૃદ્ધ-લગ્ન કર્યા, પણ પહેલાએ ચેખી નબળાઈ સ્વીકારી, બીજાએ બહુ જ કુશળતાથી બળપૂર્વક બચાવ કર્યો, એટલું જ નહિ પણ પોતાની પરોપકાર-વૃત્તિ બતાવી. આમાં તથ્ય શું છે અને કેટલું છે એ બતાવવું એ આ ઘટના આલેખવાનો -ઉદ્દેશ નથી, પણ આ ઉપરથી સ્પષ્ટ થતે એક આર્યસિદ્ધાંત અહીં સૂચવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org