________________
મારે પંજાબને પ્રવાસ
[૨૨૧ ખરીદે. મારા જેવાં કપડાં પહેરી બીજા ઘણું આવે છે.' આ વેચનારની, શિષ્ટ ઉર્દૂ ભાષા અને નમ્રતામાં પેલે વાંધો લેનાર જાટ તો પીગળી, જ ગયો.
જમનો સાક્ષાત્કાર ચારના ભાઈ ઘંટીચોર’ એ કહેવત પ્રમાણે સ્ટેશન માસ્તરેના ખરા. સાથીઓ ત્યાંના મજૂરે છે. જેમને ન મળ્યાની તૃષ્ણા જેઓને હોય તેઓ. દિલ્હી જેવા સ્ટેશનના મજૂરેથી એ તૃષ્ણ શમાવી શકે. ડબ્બામાંથી ઊતર્યા ન ઊતર્યા કે પહેલાં જ સામાન ઉપર મજુરોનો હાથ પડે. મજુરો છ–આઠ ગણાથી ઓછી મજુરી ન કહે, અને “અબ ટાઈમ નહિ હૈ, ” “રેલવે સીટી, દે રહી હૈં,” “દેર હોગી તે રહ જાઈયેગા,” પુલ ઊતરના પડેગા ” “ગરદી. બહુત હૈ વગેરે વગેરે છેવટના ભયથી પેસેંજરને ગભરાવી મૂકે. સામાન વગેરે હોય કે મુસાફરીની માહિતી ન હોય અગર સ્ત્રી કે બાળબચ્ચાં સાથે હોય તો મજૂરની આશા પૂરી ફળવતી. મારે દિલ્હી અને એક મજુરને પ્રસંગ પડ્યો તે ખૂબ આકર્ષક છે. મજૂરે કહ્યું: “દેઢ રૂપિયા મજૂરી હોગી.” મેં કહ્યું
તુમ જાઓ હમ ખુદ ઉઠા લેંગે,” તે મજુર ન જાય અને ન બીજાને આવવા દે. મેં અને મારા સાથીએ નકકી કર્યું કે હાથે જ સામાન ઉપાડવો. ક્યાં બે ત્રણ આનાની મજુરી અને ક્યાં દોઢ રૂપિયો. અમે એાછું પણ કેટલું કહીએ, એટલે મૌન રહી સામાન ઉઠાવવાનો યત્ન કર્યો. એક એક નંગ ઉપાડી આંખે દેખી શકાય એટલે દૂર મૂકી, બીજા નંગ લઈ જવા અને વળી ત્યાંથી વધારે આઘે એ જ રીતે સંગે પહોંચાડવા યત્ન કર્યો. આ રીતે દિલ્હીના લાંબા પ્લેટફોર્મ ઉપર પિણે કલાકથી વધારે વખત અમારા ઘણા અને વજનદાર નંગોએ લીધો. આટલી વખતમાં કેટલાયે મજરે આવ્યા અને ગયા, પણ એ બધાનું સંગઠન અભુત હતું. પ્રથમ મજુરે દોઢ રૂપિયાથી ઊતરી બાર આના કહેલા તે બીજા બધા મજૂરોની જાણમાં, એટલે તે બધા આવી એમ જ કહેઃ “આરહ આને જાદા નહિ હૈ, કેાઈ ઇસસે કમમેં નહિ આયેગા. અચ્છા, આપ કમ ક્યા દેગે ? કુછ તો બેલિયે, ક્યા જબાન નહિ હૈ ?” એમ એ બધા વખત દરમિયાન અમારી સાથે મજૂરેએ રકઝક કરી. “પ્લેટફેમ પરથી બહાર નીકળવાનો દરવાજે પાસે આવ્યો ત્યારે શરૂઆતથી અત્યાર સુધી હાજર રહેલે પહેલે મજૂર આવી બોલ્યો : “અચ્છા મુકે એક કોડી ભી હરામ હૈ, કુછ ભી નહીં ચાહિયે. હી સામાન રખ દેતા હું' એમ ગુસ્સા સાથે કહી અમારો સામાન હાથમાંથી ખેંચવાને પ્રયત્ન કર્યો. પણ અમે કહ્યું, “ભાઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org