________________
૨૧૮]
દર્શન અને ચિંતન આવા મફતિયા વર્ગમાં જે બાવા-ફકીરેને વર્ગ હોય છે, તેઓ તે પરમેશ્વરના ધામમાં જ જવા રેલવેનાં બધાં કષ્ટો સહન કરતા હોય છે. એટલે એ સહિષ્ણુતા એ જ તેઓને ટિકિટમાર્ગ. દેશનો એવો કોઈ ખૂણે છે કે જ્યાં તીર્થસ્થાન નહિ હોય? અને કોઈ એવું તીર્થસ્થાન છે કે જ્યાં જવા રેલવે ન હોય? એટલે ગમે તે રેલવેમાં બેસો તો ત્યાં આવા તીર્થસ્પર્શી યાત્રીઓ મળવાના જ. અને તેમને નભાવી લેવા જેટલી સાધુભક્તિ હજી આટલા વધી ગયેલ નાસ્તિક શિક્ષણના વાતાવરમાં પણ સ્ટેશન માસ્તરમાં રહી ગયેલી બહુધા નજરે પડે છે.
ઉગ્ર ચંડીઓ અને રહે રેલવેનો અભુત અને કીમતી તમાશો મનુષ્યત્વને ઉગ્ર અને પ્રચંડ. સ્વરૂપનો છે. મનુષ્યના હૃદયમાં સ્ત્ર અને ચંડી ન વસતાં હોત તો તેઓએ દેવકેટિમાં કદી સ્થાન ન મેળવ્યું હોત. ગાડીમાં ખાસ કરી સ્ટેશને સ્ટેશને અનેક જંગમ ચંડીઓ અને જંગમ સ્ત્રોનો પરિચય થાય છે. બે નવા પેસેંજરે આવવાના હોય કે અંદરના મુસાફરે “જગા નથી,” “ક્યાં બેસશે,” “આગળ જાઓ,” “શું એક જ જગા છે” વગેરે વગેરેથી. તેઓનું આતિથ્ય કરે છે. આવનાર પેસેંજરે જે નબળા હોય તો “ભાઈ આવવા દો ઊભાં રહીશું,” “તમને અડચણ નહિ આવે, “વખત થઈ ગયે છે” વગેરે વગેરે, દયાજનક શબ્દોથી અંદરના પેસેંજરોનાં હૃદય પિગળાવવા પ્રયત્ન કરે છે. પણ જો નવા આગંતુક પેસેંજરો ઉગ્ર હોય તો પછી દશ્ય જોવા જેવું બને છે. કોઈ બારણાને બહાર તરફ ને કોઈ અંદર તરફ ખેંચે છે. વિલંબ થવા લાગે છે અને તે પૈસા આપ્યા છે તે શું મે નથી આપ્યા?” એ સમાનતાનો ઉપદેશ પૂરા વેગથી શરૂ થાય છે. લાચારીથી કે બળજરીથી અંદર દાખલ થયા પછી પિસેંજરો પેસેંજરો વચ્ચે વળી બેઠક માટે હુંસાતુંસી, ગાળાગાળી કે મારામારીનો કલીયુગ શરૂ થાય છે. દાખલ થવા ને થવા પછીના આ કલીયુગમાં હિંદુધર્મનું વૈરાગ્યશાસ્ત્ર એ એક જ ત્યાં માત્ર આશ્વાસન રૂપે દેખા દે છે. કોઈ બહેન કહે: “ઓ ભાઈ શા માટે લડો છો ? કેટલો વખત રહેવું છે ? પંખીઓનો મેળો છે, હમણાં છૂટી પડી જઈશું.” આ તાત્વિક ઉપદેશ પછી ઘણું મેઢેથી સાંભળવામાં આવે છે, પણ તેટલામાં તો એ ઉપદેશને ન ગણકારે તેવા મહિષાસુરે કાં તો બેઠક માટે કાં તો એક બીજાને હળી જવા માટે, કાં તે આઘોપાછો સામાન મૂકવા માટે લડવા ઊભા થાય છે. ગુજરાતના ભાગમાંથી રેલવે પસાર થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org