________________
૨૧૬].
દર્શન અને ચિંતન
રેલવેના અનુભવ પ્રવાસ વખતે બદલવી પડતી જુદી જુદી ટ્રેનમાં મને જેવો અનુભવ થયો તેવો અનુભવ પ્રસ્થાન'ના વાચકોને ભાગ્યે જ ન થયો હોય, છતાં તે અનુભવ અહીં ટૂંકમાં આપું છું. તે એવા હેતુથી કે પરિચિત વસ્તુના વર્ણનમાંથી માણસ ધારે તે ઘણી વાર વધારે અને સ્પષ્ટ બોધ મેળવી શકે.
રેલવેની મુસાફરીમાં સૌથી પહેલું દર્શન સ્ટેશનનું. સ્ટેશન એટલે વિવિધરંગી મેદની અથવા પોલીસ, મજુર અને સ્ટેશનમાસ્તરની સ્વતંત્ર રાજધાની. તેથી પણ સ્પષ્ટ વ્યાખ્યા કરવી હોય તો એમ કહી શકાય કે સ્ટેશન એટલે સ્વતંત્રતા અને પરતંત્રતાનું મિશ્રિત સ્થાન. જેને લાગવગ, પૈસા અને જ્ઞાન હોય તે ત્યાં તેટલે અંશે સ્વતંત્ર અને જેને તેમનું કાંઈ હોય તે ત્યાં કાં તો પરતંત્ર, કાં તો પશું.
અમદાવાદથી ગુજરાનવાલા સુધીની સળંગ ટિકિટ સ્ટેશન માસ્તરે જાણે મોટી મહેરબાની કરી હોય તે રીતે આપી તો ખરી. પણ નોટમાંથી ટિકિટના પૈસા કાપતાં વધારાના પૈસા પાછા આપતાં એક રૂપિયો ઓછો આપે. મારા સહચારી શિક્ષિત હતા, તેથી પૈસા ગણું જોતાં જ્યારે એક રૂપિયો ઓછો થયો ત્યારે તરત જ એ ગિરદીમાં રૂપિયો પાછો મેળવવા દેવ્યા. તેમણે પૂછ્યું : “માસ્તર સાહેબ, એક રૂપિયો ઓછો કેમ આપો? જવાબમાં તેઓએ કહ્યું: “આવડી લાંબી ટિકિટ અહીંથી મલી ગઈ છે તે શું ભૂલી ગયા?’ સાથીએ કહ્યું: “તેમાં શું ? તે તો તમારી ફરજ છે.” માસ્તર સમજી ગયા કે આ કોઈ ભોટ નથી એટલે બહારથી પ્રસન્ન પણ અંદરથી ઉદાસીન ચહેરે રૂપિયો પાછો ફેંકયો. સ્ટેશનમાસ્તર ઘણું ટિકિટ લેનારાઓને ધ આપે છે, એ વાત જાણીતી છે. પેસેંજર અજાણ હોય અગર ગાડીનો ટાઈમ ભરાઈ ગયો હોય અગર નિર્ભય ન હોય ત્યારે સ્ટેશનમાસ્તરને ઘીકેળાં. ઘણી વાર વધારે પૈસા લઈ લીધા બદલ વૃદ્ધ કે તરુણ સ્ત્રી-પુરુષો રેલવેમાં માસ્તરને ઉગ્ર આશીર્વાદ આપતા કોની નજરે નહિ પડ્યા હોય?
ખંધા પેસેંજરે પેસેંજરેમાં પણ એક વર્ગ એવો હોય છે જે ટિકિટ લેવાની પણ નથી રાખતો. આ વર્ગમાં હિંદુ બાવા-બાવીએ કે મુસલમાન ફકીરેન જ માત્ર સમાવેશ નથી થતો. પણ તેમાં કેટલાક ખંધાઓ પણ આવે છે. તે ખંધાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org