________________
૧ ૭૯૮ ].
દર્શન અને ચિંતન મુમુક્ષુ અને મતાથી વચ્ચે ભેદ શ્રી. રાજચંદ્ર દર્શાવ્યો છે તેનો સાર એ છે કે સવળી મતિ તે મુમુક્ષ અને અવળી મતિ તે મતાથ. આવા મતાથનાં અનેક લક્ષણે તેમણે સ્કુટ અને જરા વિસ્તારથી દર્શાવ્યાં છે જે તદ્દન અનુભવસિદ્ધ છે અને ગમે તે પંથમાં મળી આવે છે. તેમની આ સ્થળે એક બે વિશેષતા તરફ ધ્યાન ખેંચવું ઈષ્ટ છે. પ્રસિદ્ધ આચાર્ય સમન્તભળે “આપ્તમીમાંસા'ની “દેવાગમ–નયાનઆદિ કારિકાઓમાં બાહ્ય વિભૂતિઓમાં વીતરાગપદ જોવાની સાવ ના પાડી છે. શ્રીમદ પણ એ જ વસ્તુ સૂચવે છે.
ગશાસ્ત્રના વિભૂતિપાદમાં, બૌદ્ધ ગ્રંથોમાં અને જૈન પરંપરામાંય વિભૂતિ, અભિજ્ઞા–ચમત્કાર કે સિદ્ધિ અને લબ્ધિમાં ન ફસાવાની વાત કહી છે તે સહજપણે જ શ્રી. રાજચંદ્રના ધ્યાનમાં છે. તેમણે એ જોયેલું કે જીવની ગતિઆગતિ, સુગતિ-કુગતિના પ્રકારે, કર્મભેદના ભાંગાઓ વગેરે શાસ્ત્રમાં વણિત વિષયમાં જ શાસ્ત્રરસિયાઓ રચ્યાપચ્યા રહે છે અને પિપટપાઠથી આગળ વધતા નથી. તેમને ઉદ્દેશી એમણે સૂચવ્યું છે કે શાસ્ત્રનાં એ વર્ણને એનું અંતિમ તાત્પર્ય નથી અને અંતિમ તાત્પર્ય પામ્યા વિના એવાં શાસ્ત્રોને પાઠ કેવળ મતાર્થિતા પોષે છે. શ્રીમદ રાજચંદ્રનું આ કથન જેટલું અનુભવ મૂલક છે તેટલું જ બધી પરંપરાઓને એકસરખું લાગુ પડે છે.
મતાથને સ્વરૂપથન બાદ આત્માથીનું ટૂંકું છતાં માર્મિક સ્વરૂપ આલેખાયેલું છે. મતિ સવળી થતાં જ આત્માર્થ દશા પ્રારંભાય છે અને સુવિચારણા જન્મે છે. એને જ લીધે નિશ્ચય અને વ્યવહારનું અન્તર તેમ જ સંબંધ યથાર્થ પણે સમજાય છે, તેમ જ ક સવ્યવહાર અને ક્યો નહિ તે પણું સમજાય છે. આવી સુવિચારણાના ફળરૂપે કે તેની પુષ્ટિ અર્થે શ્રી. રાજચંદ્ર આત્માને લગતાં છ પદ વિશે અનુભવસિદ્ધ વાણીમાં શાસ્ત્રીય વર્ણન કર્યું છે, જે સિદ્ધસેને “સન્મતિતર્કમાં અને હરિભ શાસ્ત્રવાતીસમુચ્ચય” આદિમાં પણ કર્યું છે.
1. આત્માનું અસ્તિત્વ દર્શાવતાં શ્રી. રાજચંકે જે દેહાત્મવાદીની પ્રચલિત અને બાલસુલભ દલીલનું નિરસન કર્યું છે તે એક બાજુ ચાર્વાક માન્યતાને નકશો રજૂ કરે છે ને બીજી બાજુ આત્મવાદની ભૂમિકા રજૂ કરે છે. એમ તો અનેક આત્મસ્થાપક ગ્રંથમાં ચાર્વાક મતનું નિરસન આવે છે, પણ શ્રી. રાજચંદ્રની વિશેષતા મને એ લાગે છે કે તેમનું કથન શાસ્ત્રીય અભ્યાસમૂલક માત્ર ઉપરચેટિયા દલીલમાંથી ન જનમતાં સીધું અનુભવમાંથી આવેલું છે. તેથી જ તેમની કેટલીક દલીલે હૈયાસરી ઊતરી જાય તેવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org