________________
તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી
[૧૮૧ અજાતશત્રુ અને ફકીરી વૃત્તિના વિદ્યા–તપસ્વી. એમને જાણ થઈ કે હું અમુક જગ્યાએ છું. હજી તે હું એમને ત્યાં જવાને, ખાસ કરી પ્રથમથી સૂચના આપી જવાને, વિચાર જ કરતે હતો ત્યાં તે તેઓશ્રી પં. શ્રી દલસુખ માલવણિયાના મકાને આવી પહોંચ્યા. મેં ખરા હૃદયથી કહ્યું કે હું આવવાને જ હતો, પણ એ તે વિનય અને વિદ્યામૂર્તિ. હું રહ્યો એટલા દિવસમાં કેટલીયવાર આવી ગયા. તેમની સાથે બીજા પંડિત અને પ્રોફેસરે હેય જ. આ બધી વખતે ચર્ચા શાસ્ત્ર અને વિદ્યાની જ થાય. એમણે શું શું લખ્યું છે, શું લખવા અને છપાવવા ધારે છે ઈત્યાદિ તો કહે જ, પણ આપણે કાંઈ નવી અને જ્ઞાતવ્ય વાત કહીએ તે ધ્યાન દઈ સાંભળે. એમને બૌદ્ધ વિધ્ય ઉપર કાંઈક છપાવવાનું હતું. પોથી જૂની અને લિપિ દુષક. જ્યારે મેં કહ્યું કે આ બધી બાબતમાં તમારી પાસે જ રત્ન પડયું છે, ત્યારે આચાર્યજીએ જાણ્યું કે હું શ્રી માલવણિયા વિશે સંકેત કરી રહ્યો હતો. ત્યારબાદ એમણે પં. શ્રી દલસુખભાઈ ઉપર અનન્ય વિશ્વાસ મૂકયો અને તેમને અનુભવ થયો કે તેમને વિશ્વાસ કેટલે સાચો ઠર્યો છે. આચાર્યજીએ જ અધ્યાપક પદ્મનાભ જૈનને અમદાવાદથી કાશીમાં આકર્ષ્યા હતા અને પિતાનાં છપાતાં બૌદ્ધ લખાણોની પૂર્તિ અને શુદ્ધિ કરવાનું કામ તેમને જ ભળાવ્યું હતું, એમ મારું સ્મરણ છે.
આચાર્યજીએ ત્યાગનું જે ઉદાહરણ બતાવ્યું છે તે તે એર રોમાંચક છે. એમને મળતા માસિક વેતનમાંથી કુટુંબ માટે બહુ થોડો ભાગ બચતો, એમ તેમના સમીપ રહેતા એક વિશ્વાસી મિત્રે મને તે વખતે જ કહેલું.
આ એક મહામના વિદ્યાવૃદ્ધ અજાતશત્રુ પુરુષ સ્થૂળ વનને સકેલી લે ત્યારે એની ખોટ એ રાષ્ટ્રીય ખોટ છે. ગાંધીજીએ પોતાના આધ્યાત્મિક તેજથી જે ગ્રહ અને ઉપગ્રહમાં તેજ પાથયું હતું એવા એક વિશિષ્ટ તેજસ્વી તારકને અસ્ત થાય ત્યારે દેશ આઘાત અનુભવે એ સહજ છે. આપણે આચાર્યજીના ગુણોનું અને એમની નિઃસ્વાર્થ પ્રવૃત્તિનું અનુસરણ કરીને જ તેમનું ખરું સ્મરણ કરી શકીએ.
જૈન” તા. ૨૫–૨–૧૯૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org