SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬] દર્શન અને ચિંતા કત્તા જાઉં અને જોઉં તો જણાય કે અહીં દયાળચંદજી પ્રત્યે ઘણો સદ્દભાવ છે. કલકત્તાના જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક કોન્ફરન્સના અધિવેશન પ્રસંગે જ બાબુ થાળચંદજીની હિલચાલને લીધે હિંદુ વિશ્વવિદ્યાલયમાં જન ચેર અર્થે એક સારુંસરખું ફંડ થયું અને એ જ ફંડને આધારે આગળ જતાં કાશીમાં જૈન ચેર સ્થપાઈ અને ઉત્તરોત્તર એનું કામ વિકસતું ગયું. બાબુ દયાળચંદજીએ મથુરા, શૌરીપુર આદિ તીર્થોના વહીવટમાં અને પુનરુદ્ધારમાં પણ કાંઈ ને કઈ ભાગ લીધો છે. એમણે લગ્ન અને બીજા વરાઓ પ્રસંગે થતા અપવ્યયને બંધ કરવામાં ઘરથી જ શરૂઆત કરેલી. સામાજિક સુધારાનું કામ હેય, રાષ્ટ્રીયતાનું કામ હોય કે ધાર્મિક કામ હોય; જ્યાં જરૂર હોય ત્યાં તેઓ આવીને ઊભા જ રહે. પોતાની પાસેથી નાણું ખર્ચવાની સ્થિતિ બદલાઈ ગઈ હતી ત્યારે પણ તેમણે પોતાના મિત્રો કે ઓળખીતાઓની મદદથી સારાં કામે ઠેઠ સુધી ચલાવ્યે રાખ્યાં હતાં. રોશન મહોલ્લામાં જે જૈન ધર્મશાળા છે ત્યાં યાત્રીઓ માટે એટલી સારી સગવડ છે કે ઊતરવા મન લલચાઈ જાય. બાબુજી ઠેઠ સુધી ત્યાં રહેતા અને જે જૈન કે જૈનેતર યાત્રી આવે તેને જોઈતી સગવડ મળી જતી. છેલ્લા દિવસોમાં અનેક દૃષ્ટિએ તેઓ એકલવાયા જેવા થઈ ગયેલા, પણ મેં કદી એમનામાં નિરાશા ન જોઈ અને તેમને મળનાર કોઈ એ તેમનામાં કૃપણતા નથી અનુભવી. આતિથ્ય માટે તૈયાર અને ભીડ છતાં મન મોટું તેઓ અવારનવાર કાશી આવે, યુનિવર્સિટીમાં સાથે રહે. બધી પ્રવૃત્તિ-- એમાં રસ લે. બધાં જ કામો હાથે કરવાનો શોખ, રસાઈ સરસ કરી જાણે એ તો ઠીક, પણ મકાન કે પાયખાનું સુદ્ધાં ચેખું રાખવાની એટલી બધી કાળજી કે જે કોઈ બીજો માણસ ન હોય તો તે જાતે કરે, અને સૌની સાથે ભળી જાય. તેઓ ભણેલ તે હતા કોલેજના પહેલા વર્ષ લગી, પણ રોજિંદા યુરોપિયન સાથેના વ્યાપારી વ્યવહારથી અંગ્રેજી ઠીક ઠીક જાણતા. વાંચવાનો બહુ શોખ. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, યૂ. પી. બિહાર, બંગાળ આદિ દરેક પ્રાન્તનાં મેટાં શહેરમાં વસતા પ્રસિદ્ધ પ્રસિદ્ધ જેનો સાથે તેમને બહુ પરિચય અને આગરામાં તો અનેક પ્રવાસીઓ તેમ જ યાત્રીઓ આવે. એટલે એમનું પરિચયવર્તુલ બહુ જ મોટું હતું. આ રીતે તેમણે સમાજ, રાષ્ટ્ર, ધર્મ, સાહિત્ય આદિ અનેક ક્ષેત્રે પિતાથી બનતું બધું જ કર્યું છે. હું અનેક વર્ષો લગી એમની સાથે એક મિત્ર અને સાથી તરીકે રહ્યો પણ છું અને જ્યારે દૂર રહ્યું ત્યારે પણ તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy