________________
૯૬]
દર્શન અને ચિંતન કેઈને મતભેદ નથી. દરેક દર્શન પિતાની માન્યતા પ્રમાણેના આત્મજ્ઞાન ઉપર ભાર આપી તે વિશેનું અજ્ઞાન કે અવિદ્યા નિવારવા કહે છે અને આત્મજ્ઞાન ઠીક ઠીક પ્રકહ્યા વિના કે પચ્યા વિના વિષમતામૂલક વર્તન બંધ પડવાનું નથી અને એવું વર્તન બંધ પડ્યા વિના પુનર્જન્મનું ચક્ર પણ બંધ પડવાનું નથી, એમ કહે છે. તેથી જ આપણે ગમે તે પરંપરાના સાચા સંત અને સાધકની વિચારણા કે વાણી તપાસીશું અગર તેમને જીવન-વ્યવહાર તપાસીશું તે બાહ્ય રીતિ-નીતિમાં ભેદ હેવા છતાં તેની પ્રેરક આન્તર ભાવનામાં કશું જ ભેદભાવ જોઈ નહિ શકીએ.
હવે આપણે ટૂંકમાં “આમસિદ્ધિ” ના વિષયેનો પરિચય કરીએ
પ્રથમ દેહામાં શ્રી. રાજચંદ્ર સૂચવ્યું છે કે આત્મતત્ત્વનું અજ્ઞાન એ જ સાંસારિક દુઃખનું કારણ છે અને એનું જ્ઞાન એ દુઃખનિવૃત્તિને ઉપાય છે. તેમનું આ વિધાન જૈન પરંપરાને તે અનુસરે છે જ, પણ એ બીજી બધી જ આત્મવાદી પરંપરાઓને પણ માન્ય છે. ઉપનિષદોની પેઠે સાંખ્યોગ, ન્યાય—વૈશેષિક અને બૌદ્ધ દષ્ટિ પણ દેહ, ઈન્દ્રિય, પ્રાણ આદિથી આત્મતત્વને પિતાપિતાની રીતે જુદું સ્થાપી તેના જ્ઞાનને કહે કે ભેદજ્ઞાનને યા વિવેક
ખ્યાતિને સમ્યફ જ્ઞાન માને છે અને તેને જ આધારે પુનર્જન્મના ચક્રને મિટાવવા ભિન્ન ભિન્ન પ્રણાલીઓ જે છે.
શ્રીમદ રાજચઢે બીજા દેહમાં મેક્ષને માર્ગ આત્માથી મુમુક્ષુ માટે સ્પષ્ટ નિરૂપવાની પ્રતિજ્ઞા કરી છે.
માણસ સ્કૂલ વસ્તુ પકડી બેસે છે ને ઊંડો ઊતરતે નથી; એટલું જ નહિ, પણ ઊંડાણમાં રહેલ સૂક્ષ્મ અને ખરા તત્વને સ્કૂલમાં જ માની બેસે છે. આ દોષ બધા જ પંથમાં સામાન્ય રીતે દેખાય છે. તેથી જ લૌકિક અને અલૌકિક અગર સંવૃતિ–ભાયિક અને પરમાર્થ એવી બે માનસિક ભૂમિકાઓ સર્વત્ર નિરૂપાઈ છે. આમાંથી લૌકિક કે અપારમાર્થિક ભૂમિકાવાળા કેટલાક એવા હોય છે કે તેઓ ક્રિયાજડ બની બેસે છે અને કેટલાક શુષ્કજ્ઞાની થઈ જાય છે. એ બને પિતાને મોક્ષને ઉપાય લા હોય તેવી રીતે વર્તે અને બેલે છે. શ્રીમદ એ બન્ને વર્ગના લોકોને ઉદ્દેશ મોક્ષમાર્ગનું સાચું સ્વરૂપ દર્શાવતાં ાિજડ અને શુષ્કજ્ઞાનીનું લક્ષણ નિરૂપે છે અને સાથે જ ત્યાગ–વૈરાગ્ય તેમ જ આત્મજ્ઞાન બન્નેને પરસ્પર પિષ્યપોષકભાવ દર્શાવી આત્માથીની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે. તેમણે આત્માથીની જે વ્યાખ્યા કરી છે તે એક રીતે એવી સરલ અને બીજી રીતે એવી ગંભીર છે કે વ્યાવહારિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org