________________
તેજોસૂતિ ભગિની
[૧૫
દૃષ્ટિએ નહીં પણ દેશ અને સયાગાની દૃષ્ટિએ અમેરિકા અને હિન્દુસ્તાન વચ્ચે જે અંતર છે, તે હેલન અને મારા જીવનની અનેક શક્તિએના આવિર્ભાવમાં વ્યક્ત થાય છે. એટલી નાની ઉંમરે ત્રણ ત્રણ ઇન્દ્રિયાથી વિકલ એ બાલિકા ૨૧ વર્ષની ઉંમરે પેાતાનું અભ્યાસવિષયક જે જીવનચિત્ર ખેચે છે તેની તે મને તેથી અમણાં વર્ષે પણ બહુ ઓછી કલ્પના આવી છે.
વિશ્વના અને તેને ગ્રહનાર ઇન્દ્રિયના પણ ત્રણ વિભાગ કલ્પી શકાય. દૃશ્ય સ્થૂળ વિશ્વ, કે જેને ભૌતિક યા વ્યક્ત વિશ્વ કહી શકાય, તેને નેત્ર આદિ પાંચ બહિરિન્દ્રિયા જાણી શકે છે; દૃશ્ય સૂક્ષ્મ વિશ્વ, કે જેને અવ્યક્ત ભૌતિક વિશ્વ કહી શકાય, તેને અંતરિન્દ્રિય યા મન કલ્પી જાણી શકે છે; અધાથી પર એવા અદૃશ્ય ચૈતન્ય વિશ્વને તે માત્ર પ્રજ્ઞા-ઇન્દ્રિય અધ્યાત્મન્દ્રિય જ સ્પર્શી શકે. પ્રત્યેક મનુષ્યમાં તરતમભાવે પણ ત્રિવિધ ઇન્દ્રિયસામર્થ્ય હાય છે. પૂર્ણપણે અહિરિન્દ્રિય સપન્ન હેય તે અહિરિન્દ્રિયા દ્વારા ખોરાક મેળવી, પછી તેમાં અંતરિન્દ્રિય દ્વારા પ્રવેશ કરી, વિવિધ ભાવાનું અનુસંધાન અને આકલન કરે છે. મેટે ભાગે બહિરિન્દ્રિયા સ્થૂળ વિષયામાં જ માણસને આંધી રાખતી હોઈ, તેની અંતરિન્દ્રિયશક્તિ પ્રમાણમાં ઓછી ખીલે છે. અલબત્ત, એમાં સાધક અને વિશેષ સાધકના અપવાદો તે છે જ. આથી અહિરિન્દ્રિયાની પૂરી સંપત્તિ ધરાવનાર મેટા ભાગને ખાદ્ય વિશ્વના બધા વ્યવહાર પૂરતી યથેષ્ટ સગવડ પ્રાપ્ત હેાવા છતાં, તેની અંતરિન્દ્રિયશક્તિનું જાગરણ પ્રમાણમાં એછું રહે છે. તેથી ઊલટુ, એક કે તેથી વધારે અહિરિન્દ્રિયાની વિકલતાવાળા માનવને, બાહ્ય વિશ્વગ્રહણ અને તેના આવશ્યક વ્યવહાર પૂરતી પૂરેપૂરી અગવડ હાવા છતાં, જો તે તીવ્ર પ્રયત્ન સેવે તે તેની અંતરિન્દ્રિયશક્તિનું જાગરણ પ્રમાણમાં વધારે થાય છે. કારણ, આવી વ્યક્તિને આદ્ય વિશ્વ સાથેને બધા જ વ્યવહાર સાધવાની બહિરિન્દ્રિયસ પત્તિ અધૂરી હોવાથી તેને તેની ખાટ, અતરિન્દ્રિયને વધારે ઉપયોગ કરી પ્રાપ્ત અહિરિન્દ્રિયને વિશેષ વિકાસ સાધવા દ્વારા, પૂરવી પડે છે. આ પ્રયત્નનાં એ પરિણામ આવે છે. એક તેા, ખૂટતી ઇન્દ્રિયનું બધું કાર્ય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત ઇન્દ્રિય કે ઇન્દ્રિયામાં પ્રકટે છે; અને બીજી, અંતરિન્દ્રિયનું સામર્થ્ય પણ કાંઈક જુદી જ પણ વધારે આકર્ષક રીતે આવિર્ભાવ પામે છે. શ્રીમતી હેલનની વિકાસકથા ઉક્ત સિદ્ધાંતને પુરાવા છે. બાહ્ય વિશ્વમાં પ્રવેશવાનાં એનાં અગત્યનાં ત્રણ ઇન્દ્રિયદ્રારા અધ, અને છતાંય એમાં એને પ્રવેશવાને પ્રબળ ઉત્સાહ તેમ જ પુરુષાર્થ, તેથી એણે એ બધું કામ અંતરિન્દ્રિય ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org