________________
કેટલાંક સંસ્મરણે
[૧૩૭ વિનય કર્મઠતા
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજતોત્સવ પ્રસંગે એક સભામાં વિદ્યાર્થી ઓને સંબોધી મેહનભાઈએ કહેલું કે હું તદન ગરીબાઈમાં મામાની મદદથી અભ્યાસ કરી આગળ વધ્યો છું. મને ગરીબાઈ તથા સાધારણ સ્થિતિનું ભાન છે. એ ભાન જ મને નમ્ર બનાવે છે. મારી સતત કામ કરવાની વૃત્તિ પણ એ સ્થિતિને આભારી છે. એ સભામાં તેમના મોઢેથી ઉપરની મતલબના ઉદગારે મેં સાંભળ્યા અને પરિચય દરમ્યાન જાણેલ તેમના સ્વભાવ અને કાર્યપ્રવીણતા સાથે તુલના કરી તો મને તે વખતે જ તેમનું કથન તદ્દન સાચું લાગેલું. મુંબઈ અમદાવાદ તેમ જ પ્રવાસ વખતે, બીજે ઘણે સ્થળે અમે સાથે રહ્યા છીએ. તે વખતે મેં જોયું કે નાના-મોટાનું કશું જ અંતર રાખ્યા વિના પ્રસંગ આવતાં સાધારણમાં સાધારણ ગણુય એવાં કામ પણ જાતે કરવામાં તેમને વકીલની પ્રતિષ્ઠા કે આધુનિક સભ્યતા આડે ન આવતી. સને ૧૯૨૭ માં અમે અંબાજી અને કુંભારિયાજી તરફ ગયેલા. કુંભારિયાજીના સુપ્રસિદ્ધ વિમલ મંત્રીના મંદિરની કારીગરી જેવાને અને ઐતિહાસિક માહિતી મેળવવાનો ઉદ્દેશ હતે. મુનિશ્રી જિનવિજયજી ત્યાંના અસ્ત-વ્યસ્ત તેમ જ ધૂળકીચડથી દબાયેલા અને ધવાયેલા શિલાલેખેની કેપી કરવા લાગ્યા કે તે જ વખતે મોહનભાઈએ શિલાલેખોને સાફ કરવાનું કામ એક મજૂરની અદાથી હાથમાં લીધું ને હસતાં હસતાં અમને કહે કે–તમે બાકીનાઓ ખાવાનું તૈયાર રાખજે. હું અને મુનિજી તૈયાર થાળી ઉપર બેસીશું.’ એમ કહી તેઓ દટાયેલા પથ્થરને ખુલ્લા કરતા, ધૂળ-કચરે સાફ કરતા અને નવાં નવાં લખાણે શોધી કાઢી મુનિ-જીને કેંપી કરવામાં જેમ સાથ આપતા તેમ તેમની પાસેથી એ લખાણ
ત્વરિત વાંચી સમજી લેવાની તાલીમ પણ લેતા. આ વખતે મેં જોયું કે મેં કલ્પેલું તે કરતાં પણ મોહનભાઈ વધારે મહેનતુ અને કર્મરસિક છે. ચાલવું હોય ત્યારે માઈલેના માઈલ ચાલે અને સાથીઓથી પાછા ન રહેવામાં ગૌરવ માને. પ્રવાસમાં જાતે કરવાનાં કામ આવી પડે ત્યારે તે ઉલ્લાસપૂર્વક કરે અને કેઈને એવું ભાન થવા ન દે કે તેમને સાથ બેજારૂપ છે. વિદ્યાવૃત્તિ
મેહનભાઈને વકીલાતને રસ, માત્ર સ્વાધીન નિર્વાહ પૂરતો હતો. તેમની મુખ્ય રસવૃત્તિ તો કાયદાના ક્ષેત્રની બહાર બીજા વિષયમાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org