SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રની આત્મપનિષદ [ ૧૮ ] ભારતની અધ્યાત્મસાધના બહુ જ પુરાણું અને જાણીતી છે. હજારે વર્ષ પહેલાં એ શરૂ થયેલી. તેણે પ્રથમ શરૂ કરી એ જ્ઞાત નથી, પણ એ સાધનાના પુરસ્કર્તા અનેક મહાન પુરુષો જાણીતા છે. બુદ-મહાવીર પહેલાંની એ ત્રણ–પરંપરા છે. તેમના પછી પણ અત્યાર લગી એ સાધનાને વરેલા પુરુષે દેશના જુદા જુદા ભાગોમાં, જુદી જુદી પરંપરાઓમાં અને જુદી. જુદી નાત-જાતમાં થતા આવ્યા છે. એ બધાને સંક્ષિપ્ત ઈતિહાસ પણ નાનેસ નથી. એ છે પણ મને રંજક અને પ્રેરણાદાયી, પરંતુ અહીં એનું સ્થાન નથી. અહીં તે એ જ અધ્યાત્મ–પરંપરામાં થયેલા શ્રીમદ્ રાજચંદ્ર જે ગુજરાતના છેલ્લા સુપુત્રો પૈકી એક અસાધારણું સુપુત્ર થઈ ગયા, તેમની અનેક કૃતિઓ પૈકી બહુ જાણીતી અને આદર પામેલી એક કૃતિ વિશે કાંઈક કહેવું પ્રાપ્ત છે. . શ્રીમદ્ રાજચંદ્રની એ પ્રસ્તુત કૃતિ “આત્મસિદ્ધિને નામે જાણીતી છે. મેં મથાળે એને આત્મપનિષદ કહી છે. “આત્મસિદ્ધિ” વાંચતાં અને તેને અર્થ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રી. રાજચંદ્ર આ નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. માતૃભાષામાં અને તે પણ નાના નાના દેહા છંદમાં, તેમાં પણ જરાય તાણી કે ખેંચી અર્થ ન કાઢ પડે એવી સરલ પ્રસન્ન શૈલીમાં, આત્માને સ્પર્શતા અનેક મુદ્દાઓનું ક્રમબદ્ધ તેમજ સંગત નિરૂપણ જોતાં અને તેની પૂર્વવત જૈન-જૈનેતર આત્મવિષયક મહત્વપૂર્ણ ગ્રંથો સાથે સરખામણી કરતાં અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત “આત્મસિદ્ધિ” એ સાચે જ આત્મપનિષદુ છે. ( સંસ્કૃત ભાષામાં પ્રાચીન ઉપનિષદો જાણીતા છે. તેમાં માત્ર આત્મતત્વની જ ચર્ચા છે. બીજી જે ચર્ચા આવે છે તે આત્મતત્વને પૂરો ખ્યાલ આપવા પૂરતી અને તેને ઉઠાવ આપવા પૂરતી છે. તેમાં પુરુષ, બ્રહ્મ, ચેતન જેવા અનેક શબ્દો વપરાયા છે, પણ તે આત્મતત્વના જ બોધક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy