________________
૧૦૮]
દર્શન અને ચિંતન ધારેલ રકમને કેવી રીતે ઉપયોગ કરે છે. જે પાંચ-સાત જણ મળેલ તેમાં દાદા ઉપરાંત સંગત રામનારાયણ પાઠક તથા ભાઈશ્રી રસિકલાલ માણેકલાલ દલાલ અને શ્રી રસિકલાલ છો. પરીખ પણ હતા. ચર્ચામાં દાદા સાહેબે એક અગત્યની વાત કહી જે આગળ જતાં તેમની સાથે લંબાચેલ પરિચયને આધારે કહું તે એમનાં અનેક જીવનસૂત્રો પૈકી એક અફર -જીવનસૂત્ર જેવી હતી. તે એ કે માત્ર વ્યાજ ઉપર જ સંસ્થાએ કામ કદી ન કરવું. જરૂર જણાતાં સંસ્થાની દઢતા અને વિકાસ માટે મૂળ બધી રકમ ખરચી નાખતાં કદી ખચકાવું જોઈએ નહિ. આ સૂત્ર પાછળ એમની દષ્ટિ મુખ્યત્વે એ હતી કે પ્રાપ્ત થયેલી રકમો સંસ્થા સંભાળ્યા કરે અને માત્ર એના વ્યાજને જ કામમાં લે તો ઘણી વાર એ સંસ્થાને વિકાસ જ રૂધાઈ જાય, એવો પણ સમય આવે. દાદાની દષ્ટિ મુખ્યપણે કામના પાયા પાકા કરવાની, તેનો વિકાસ અને વિસ્તાર કરવાની હોઈ તે ફંડની રકમને માત્ર સાચવવાની તરફેણ કરતી ન હતી. હું અત્યાર લગી લગભગ મૌન હતું, પણ એમની એ દૃષ્ટિ મને તરત જ ગળે ઊતરી; કારણ કે, અતિ નાના ક્ષેત્રમાં પણ મારો અનુભવ એવો જ હતો કે જે ખરેખર કામ જમાવવું અને વિકસાવવું હોય, કામ કરનાર પણ સાચા અને જાગતા હોય તે જમા ફંડને જેમનું તેમ સાચવી માત્ર વ્યાજનો જ ઉપયોગ કરવાથી ધારેલી નેમ બર નથી જ આવતી. તેથી મેં એમની દૃષ્ટિનું સમર્થન કર્યું કે છોડ ઉપર ફળ આવે ત્યારે જ વાવેતર સફળ છે એમ માનવું એ સ્થૂળ દૃષ્ટિ છે, ખરી રીતે જમીન–ખેડાણ, ખાતર આદિ પ્રાથમિક ક્રિયાઓ સુયોગ્ય રીતે થાય તે એમાં પણ એ ભાવિ દૃશ્ય-ફળ સમાયેલું જ છે; કેમકે, એવા ફળને આધાર મુખ્યપણે પાકી પ્રાથમિક તૈયારીમાં છે. આમ સીધી રીતે પરસ્પરની વાતચીત વિના પણ અમે બંને અંદરથી એક જ દિશામાં છીએ એવું મને ભાન થયું છે.
વચલા દિવસો બનારસમાં વીત્યા, પણ વળી અણધારી રીતે ૧૯૪૭ના જૂન માસમાં અમદાવાદ આવી રહેવાનું બન્યું. હવે દાદાસાહેબને મળવાના સીધા પ્રસંગે આવતા ગયા. તેઓ ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ. એ સભાને આશ્રયે ચાલતા જે. જે. વિદ્યાભવનના પણ પ્રમુખ. એટલે વિદ્યાસભાની કઈ સભા હોય તેય મળવાનું બને અને ભો. જે. વિદ્યાસભાની કાર્યવાહક સમિતિની બેઠક હોય તોય મળવાનું બને. ગુજરાત વિદ્યાસભાની સભા તો એ સભાના મકાનમાં મળે; પણ ભો. જે. વિદ્યાભવનની કાર્યવાહક સમિતિ દાદાના પિતાના મહારાષ્ટ્ર સંસાયટીમાંના મકાનમાં ભળે. એમને મકાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org