________________
અર્થ,
[૮૩
સંક્રાંત થએલા સંસ્કારોનો વિચાર કરું છું ત્યારે મને તેઓ અનેક રીતે જીવતા જ દેખાય છે. પુનર્જન્મને વ્યવહારુ અને સૌની બુદ્ધિમાં સહેલાઈથી ઊતરે એવો આ એક જ ખુલાસો છે. એમનું આટઆટલું લખાણ, એમના આટઆટલા સંસ્કારગ્રાહી શિષ્ય, એમની આટઆટલી સેવા અને ત્યાગવૃત્તિ, એમને સંસ્કારી વિશાળ પુત્ર-પુત્રી–પરિવાર–આ બધું હોવા છતાં જે સ્થળ દેહને અભાવ જ પૂર્ણ મૃત્યુ ગણાતું હોય તે એવું મૃત્યુ અનિવાર્ય હોઈ તે લેશ પણ ચિંતાને વિષય હે ન જોઈએ. - હું અને બીજા મિત્રે મુંબઈ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કૌશાંબીજીને આમંત્રણ આપતા ત્યારે તેઓ તેમાં વ્યાખ્યાન આપવા આવતા. જ્યારે
જ્યારે મેં એમની પાસેથી કાંઈપણ વિદ્યાકૃત્ય સાધવા ઈચ્છેલું ત્યારે તેઓએ પ્રસન્નતાપૂર્વક મને મદદ આપેલી છે. તેમની સાથેનાં મારાં નાનાંમોટાં અનેકવિધ સ્મરણે અને તેમણે કહેલા પિતાના જીવન-પ્રસંગે જેમ તત્કાળ મૃતિપથમાં નથી આવતાં તેમ તે આ મર્યાદિત લેખમાં સમાવેશ પણ પામી નથી શકતાં. કૌશાંબીઝના બધા જ પરિચિત મિત્રોએ પોતપોતાનાં સ્મરણો અને તેમની સાથેના પ્રસંગે લખી તે ઉપરથી પુનરુક્તિ વિનાની એક કૌશાંબી-સ્મૃતિપોથી તૈયાર કરી હોય તે જ તેમનું સમગ્ર ચિત્ર કાંઈક અંશે આલેખી શકાય.
-પ્રબુદ્ધ જૈન, ૧૫ જુલાઈ ૧૯૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org