________________
નિવેદન
કcરો
પંડિત શ્રી સુખલાલજીનાં લખાણોના આ સંગ્રહ અંગે અમારે જે કંઈ કહેવાનું હતું તે અમે આ ગ્રંથના પહેલા પુસ્તકના સંપાદકીય નિવેદનમાં કહ્યું છે.
પંડિતજીનાં લખાણોને જુદા જુદા વિષયોમાં વહેંચીને આ ગ્રંથમાં એના આ પ્રમાણે સાત વિભાગો કરવામાં આવ્યા છેઃ (૧) સમાજ અને ધર્મ, (૨) જૈનધર્મ અને દર્શન, (૩) પરિશીલન, (૪) દાર્શનિક ચિંતન, (૫) અર્થ, (૬) પ્રવાસકથા અને (૭) આત્મનિવેદન.
આ સાત વિભાગોમાંના પહેલા બે વિભાગો અને ત્રીજા-પરિશીલન'વિભાગના ૧૪મા લેખ સુધીના લેખો, આ ગ્રંથના પહેલા પુસ્તકમાં આપવામાં આવ્યા છે, અને બાકીના બધા લેખો તથા શબ્દસૂચી આ બીજા પુસ્તકમાં આપવામાં આવેલ છે.
અક્ષય તૃતીયા | વિ. સં. ૨૦૧૩
-સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org