________________
૪૮]
દર્શન અને ચિંતન છે. યોગશાસ્ત્રમાં શ્રદ્ધા, વીયે, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા એ પાંચને ગનાં અંગ લેખ્યાં છે. આમાં પહેલાંનાં ચાર એ પ્રજ્ઞાની આવશ્યક ભૂમિકા છે. હું કિશોરલાલભાઈનાં લખાણો અને જીવન, બન્ને વિશે જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે ત્યારે એમની પ્રજ્ઞાનો ખુલાસે મને બુદ્ધ અને યોગશાસ્ત્રના કથનમાંથી જ મળી જાય છે.
કિશોરલાલભાઈની પ્રજ્ઞા નાનામુખી છે. તેમણે “ઊધઈનું જીવન,” “વિદાયવેળાએ, તિમિરમાં પ્રભા', “માનવી—ખંડિયેરે” જેવા કૌશલપૂર્ણ અનવાદો
ક્ય છે. ગીતા ધ્વનિ અને બીજાં છૂટક પદ્ય પણ રચ્યાં છે. સ્વતંત્ર લખાણે તે એમનાં ઢગલાબંધ છે; અને એમનાં લખાણોના વિષયે કોઈ એક નથી. ધર્મ, સમાજ, રાજકારણ, અર્થકારણ, સાહિત્ય, કલા, શિક્ષણ આદિ અનેક વિષયોને લગતા અનેક મુદ્દાઓ ઉપર તેમણે વિચારપૂત લખ્યું છે. એમનું લખાણ એટલું મનનપૂર્વકનું અને મૌલિક છે કે આટલા બધા વિષયે અને મુદ્દાઓ ઉપર આવું સૂક્ષ્મ પૃથક્કરણપૂર્વક ભાગ્યે જ કોઈ લખી શકે. જે અંતપ્રજ્ઞાનો સ્ત્રોત ઊઘડ્યો ન હોય તો તેમના જેવા જીર્ણશીર્ણ, કુશકાય, પથારીવશ પુરુષને હાથે આવો વિશદ વિચારરાશિ ભાગ્યે જ લખાય.
કિશોરલાલભાઈ જેવું ભાતૃભાષા ગુજરાતીમાં લખે છે તેવું જ હિંદીમાં અને તે જ રીતે મરાઠી તેમ જ અંગ્રેજીમાં લખે છે. આજે તે “હરિજન” હરિજનબંધુ, “હરિજનસેવક' એ બધાંમાં એમને જ પ્રાણ ધબકે છે. દેશવિદેશમાં ગાંધીજીના વિચારને જાણવા અને સમજવા ઈચ્છનાર તેમની કાર્યપદ્ધતિ વિશે ઊભા થતા નવા નવા પ્રશ્નોને ખુલાસે મેળવવા ઈચ્છનાર બધા જ કિશોરલાલભાઈની લેખિનીની પ્રતીક્ષા કરે છે. એમને સૌથી મોટે અને વિરલ ગુણ એ તટસ્થતાનો છે. જેટલી એમનામાં તટસ્થતા છે તેટલી જ નિર્ભયતા અને સાથે તેટલી જ મધુરતા. આ વિશિષ્ટ ગુણોને લીધે તેઓ અલ્પાંશે પણ ગાંધીજીનું પ્રતિનિધિત્વ ધરાવવાના અધિકારી છે. તેમની એક કૃતિ “સમૂળી ક્રાંતિ” બદલ તેમને પુરસ્કારવા અને સત્કારવાનો જે નિર્ણય ગુજરાત વિદ્યાસભાએ કર્યો છે એમાં ખરી રીતે એ સભાના ધ્યેયને જ પુરસ્કાર, સત્કાર અને એનું જ ગૌરવ છે.
હવે કંઈક “સમૂળી ક્રાંતિ’ વિશે. “સમૂળી ક્રાંતિ” ૧૯૪૮ના માર્ચમાં પ્રસિદ્ધ થઈ, ત્યારબાદ અત્યાર લગીમાં એના ઉપર આવેલી ચાર સમાલેચનાઓ મારા જેવામાં આવી છે, બુદ્ધિપ્રકાશમાં ચુનીભાઈની, “ઊર્મિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org