________________
શ્રીમદ્રાજચંદ્ર'– એક સમાચના
[૭૮૩ લાગે છે. એમાંથી એમણે આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા અને પોષવા ખાતર એક બીજી કૃતિ રચી. એનું નામ એમણે ઉદ્દેશ અને વિષયને અનુરૂપ એવું મોક્ષમાળા” (૪) રાખ્યું. માળા એટલે ૧૦૮ મણકા પેઠે ૧૦૮ પાઠ સમજી જ લેવાના. એને બીજો ભાગ “પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા” એમણે લખવા ધારેલ જે લખાતાં રહી ગયું. છતાં સદ્ભાગ્યે એમાં એમણે લખવા ધારેલ વિષયોની યાદી કરેલી તે લભ્ય છે (૮૬૫). એ વિષય ઉપર કોઈ વિશિષ્ટ પ્રજ્ઞાશાલીએ લખવા જેવું છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે.
મોક્ષમાળા” માં ચર્ચેલા ધર્મના મુદ્દા ખાસ કરી જૈન ધર્મને જ લક્ષી લીધેલ છે. તે વખતે તેમનાં પ્રથમ પરિચિત સ્થાનકવાસી પરંપરા અને શાસ્ત્રોની તેમાં સ્પષ્ટ છાપ છે; છતાં એકંદર રીતે એ સર્વસાધારણ જૈન સંપ્રદાય વાસ્તુ અનુકૂળ થઈ પડે એ રીતે જ મધ્યસ્થપણે લખાયેલ છે. “મોક્ષમાળા' ની અનેક વિશેષતાઓ એના વાચનથી જ જાણવી યોગ્ય છે. છતાં અહીં તેની એક વિશેષતા નોંધવી ગ્ય છે. સોળ વરસ અને ત્રણ મહિના જેટલી નાની ઉંમરે, કોઈ સ્કૂલ કે કૉલેજમાં અગર તે સંસ્કૃત યા ધાર્મિક પાઠશાળામાં નહિ ભણેલ છોકરા રાયચંદની એ ત્રણ દિવસની રમત છે, અને છતાંય આજે પ્રૌઢ અભ્યાસીને એમાં સુધારવા જેવું ભાગ્યે જ દેખાશે. " હવે પાછળથી ર૮મે વર્ષે રચાયેલ “આત્મસિદ્ધિશાસ્ત્ર અને (૬૦) સગવડ ખાતર પ્રથમ લઈએ. એમાં ૧૪૨ દોહા છે. એનું શાસ્ત્ર નામ સાર્થક છે. એમાં જૈન આચારવિચારપ્રક્રિયા મૂળ રૂપમાં પૂર્ણ આવી જાય છે. વિચાર પકવ છે. અવલોકન અને ચિંતન વિશાળ તેમ જ ગંભીર છે. જેને વસ્તુ જાવી હોય અને સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના જંગલમાં પડ્યા સિવાય સ્પર્શ કર્યો હોય, તેને વાસ્તે આ શાસ્ત્ર નિત્ય પાઠ્ય છે. સન્મતિ, દર્શનસમુચ્ચય,
ગબિન્દુ, ગદષ્ટિસમુચ્ચય, સમયસાર, પ્રવચનસાર આદિ ગ્રંથેનું તે તારણ છે; અને છતાંય તેમાં તાત્કાલિક ગ૭, પંથ અને એકાંત પ્રવૃત્તિને સ્વાનુભવસિદ્ધ વર્ણન અને સમાલોચન પણ છે. સર્વસાધારણ માટે તે નહિ. પણ જૈન મુમુક્ષ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે. જો આમાં જૈન પરિભાષા ગૌણ કરી પાછળથી વ્યાપક ધર્મસિદ્ધાતિ ચર્ચા હોત તે એ ભાગ ગીતાના બીજા અધ્યાયનું સ્થાન લેત. આજે ગીતા જેવા સર્વમાન્ય થઈ શકે એવા પદ્ય પુસ્તકની માગણું જેન લેકે તરફથી થાય છે. શ્રીમદ સામે એ વાત પ્રગટ રૂપમાં આવી હોત તે તેઓ એ ખોટ ગુજરાતી ભાષા દ્વારા ચોગ્ય રીતે દૂર કરત. અલબત્ત, આને સમજવામાં અધિકાર આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org