SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮] દર્શન અને ચિંતન ગાંધીજીએ અહિંસાની સવગણતાનું જે દર્શન અને આચરણ કર્યું હતું તેને જ વિકાસ અને વિસ્તાર વિનોબાજીના યજ્ઞમાર્ગ દ્વારા થઈ રહ્યો છે, એવી મારી દઢ પ્રતીતિ છે. તેથી જ તે વિનોબા કઈ આ કે તે પક્ષના વાડામાં પુરાઈ શક્તા નથી, સમાતા નથી. ઊલટું, એમની પ્રવૃત્તિ બધા જ પક્ષના અવરોધને દઢ પાથ નાખી રહી છે. ભૂમિદાન પ્રવૃત્તિ પક્ષાતીત પણ સર્વપક્ષસંગ્રાહી હેઈ, સાચી સમજણ ધરાવનાર સેવાકાંક્ષી વર્ગ તેમને સાથ આપવા રોમેરથી એકત્ર થઈ રહ્યો છે. જ્યાં તથાગત બુદ્ધે બોધિ પ્રાપ્ત કરેલ ત્યાં જ જીવનદાનના પીંપળાનું બીજ રોપાયું છે. એની શાખા-પ્રશાખાઓ બોધિવૃક્ષની શાખા-પ્રશાખાઓની પિઠે જ જગ્યાએ જગ્યાએ વિસ્તરવાની એમાં લેશ પણ સંદેહ નથી. જે ઉત્તર બિહારમાં અહિંસામૂર્તિ મહાવીરે જન્મ લીધે અને જ્યાં તથાગત બુદ્ધનાં પગલાં પડેલાં ત્યાંને વિનોબાજીનો વિહાર એ અત્યારના જલસંકટ પ્રસંગે એક આશીર્વાદરૂપ છે. ગાંધીજીએ વિચારેલ અને શરૂ કરેલ અનેક પ્રવૃત્તિઓમાંથી કઈ એક યા બીજી પ્રવૃત્તિને વરેલા પણ માત્ર તેને જ સર્વસ્વ ભાની બેઠેલા હરકેઈ સેવકને માટે વિનોબાજીનું જીવન બધપ્રદ નીવડે તેવું છે. તેથી તેમની જન્મજયંતી પ્રસંગે આપણે સૌ તેમનાં વિવિધ લખાણે, વિવિધ પ્રવૃત્તિઓ,-એ બધાનું આકલન કરીએ અને તેઓ શતાયુ થાઓ એવી હાર્દિક પ્રાર્થના કરીએ! -ભૂમિપુત્ર, ૧૫ સપ્ટેમ્બર ૧૯૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy