________________
અર્થ છે,
T૧૭
જ્યારે નિવૃત્તિગામી વ્યાખ્યાઓ પ્રવૃત્તિ પર પણ થવા લાગી ત્યારે એ પ્રભાવથી જૈન પરંપરા છેક જ અલિપ્ત તે રહી શકી નહિ, પણ તેમાં સાધુ સંસ્થાના બંધારણે અને બીજાં અનેક બળેએ એ ભાગ ભજવ્યું કે જૈન પરંપરાને વ્યવહાર મુખ્યપણે નિવૃત્તિગામી જ રહ્યો, અને શાસ્ત્રની વ્યાખ્યાઓ પણ લગભગ નિવૃત્તિપિષક જ રહી. જો કે ઈતિહાસ સમાજને જુદી રીતે ઘડી રહ્યો હતો અને તે જૈન પરંપરાના વ્યવહારમાં તેમ જ શાસ્ત્રીય વ્યાખ્યાઓમાં ફેરફાર માગતા હતા, છતાં એ કામ આજલગી અધૂરું જ રહ્યું છે. સંસ્કારની અસર
- જ્યારે કોઈ વિચારક જૈન પરંપરાના આચાર-વિચારનું અનુસરણ કરે છે અને જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરે છે ત્યારે તેના મન ઉપર હજારે વર્ષ પહેલાં ઘડાયેલ એ નિવૃત્તિ પ્રેરક ધોરણ અને વ્યાખ્યાઓના સંસ્કાર એટલા બધા સટ પડે છે કે તે તેને ભેદી ભાગ્યે જ વિચાર કરી શકે છે. સિદ્ધાંત એક જ હોય પણ તે સંજોગે પ્રમાણે કેવી રીતે અનેક મુખે કામ કરે છે એ તત્ત્વ સમજવું તે સ્થિતિમાં અધરું થઈ પડે છે.
ગાંધીજીને આધ્યાત્મિકતા સિદ્ધ કરવી છે. તેની ભૂમિકારૂપે તેમણે પિતાના જીવનમાં અહિંસા વગેરે તને સ્થાન આપ્યું છે. પણ તેમનું દૃષ્ટિબિંદુ મહાયાનમાગ હોઈ તેઓ બીજાને સુખી જોયા સિવાય પિતાને સુખી માની શકતા નથી. ગાંધીજીનું દૃષ્ટિબિંદુ મહાયાની અને તેમાં અહિ સાનું તત્વ ઉમેરાયું એટલે સ્વાભાવિક રીતે જ તેમનું જીવન લોકકલ્યાણ તરફ વળ્યું અને તેમની આધ્યાત્મિક શુદ્ધિની દૃષ્ટિએ તેમને અનાસક્ત કર્મંગ સૂઝાડ્યો. તેમનામાં મૂળથી જ અહિંસાના સંસ્કાર ઓતપ્રેત હતા એટલે તેમણે પિતાની અહિંસાને પ્રવૃત્તિનાં બધાં જ ક્ષેત્રોમાં વહેતી મૂકી. ગીતાના અનાસક્ત કર્મવેગ પ્રમાણે જીવન ઘડવા મંથન શરૂ કર્યું અને છતાંય તેમણે ગીતાના સશસ્ત્ર પ્રતિકારને ટાળવા ભગીરથ પ્રયત્ન પણ કર્યો.
ઉપરની ચર્ચા એટલું જાણવા માટે બસ થશે કે જેની પરંપરા સામાજિક બની છતાં તેના ધર્માનું વલણ અહિંસાની પ્રાથમિક ભૂમિકારૂપ નિવૃત્તિલક્ષી જ રહ્યું છે. જ્યારે ગાંધીજીને અહિંસાધર્મ આત્મલક્ષી અને સમાજલક્ષી હોઈ તેમાં દુન્યવી નિવૃત્તિને આગ્રહ સંભવી જ શક્તિ નથી. સમાજના પ્રેમ અને શ્રેય અર્થે અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવી-એ વિશાળ ભાવના જ તેમને અનેક પ્રકારના પરસ્પર વિરોધી તેવાં વિધાને કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org