________________
દર્શન અને ચિંતા દષ્ટિવિહીન અંધને માટે તે કશા કામનું નથી. ઊલટું એવા તેજથી અંધ દષ્ટિ વધારે ગૂંગળાય છે. આથી જ તે બાપુજીની દુઃખહારની અને અન્યાયપ્રતીકારની વૃત્તિ જેમ જેમ ઉગ્ર બની તેમ તેમ આધ્યાત્મિક દૃષ્ટિવિહેણ અંધ વધારે મૂંઝાયા અને રોષે ભરાયા. પણ એ રેષ બહુ તે દેહને હણ શકે. કરુણા અને પ્રજ્ઞાને તે તે સ્પર્શી પણ ન શકે. જે મહાકરણ અને જે તંભરા પ્રજ્ઞા છેડે વખત પહેલાં એક મર્યાદિત દેહની વાટે કામ કરી રહી હતી, તે કરુણા અને પ્રજ્ઞા પિતાને અવલંબન આપનાર કૃશ કાયને અંત થતાં માનવતાના મહાદેહમાં સમાઈ ગઈ–તેમાં વસતા અંતરાત્માનાં શુદ્ધ તને સ્પર્શે તે પોતાનું કામ સદા અનંતમુખે જારી રાખશે એમાં શંકા નથી. સૂર્ય અસ્ત થાય ત્યારે તેને નાશ નથી થતો, માત્ર તે અન્યત્ર પ્રકાશે છે; તેમ બાપુજીની કરુણા અને પ્રજ્ઞા હવે એ કૃશકાય દ્વારા ન પ્રકાશતાં માનવતાની વિરાટ કાયા દ્વારા પ્રકાશવાની જ. માનવતાને વિરાટ દેહ જ એમની કરુણા–પ્રજ્ઞાનું તેજ વહન કરવા જાણે સમર્થ ન હોય અને તે માટે જ જાણે છે એમાં એકરસ થઈ ગઈ ન હોય—એમ ઘટનાક્રમ અને બાપુજીની નિર્ભયતા જોતાં લાગે છે. હવે આપણે અંતરાત્મામાં એમની કરુણા અને પ્રજ્ઞાના અંશે ઝીલીને જ ખરી શ્રદ્ધાંજલિ અર્પી શકીએ.
-સંસ્કૃતિ
તા. ૧૨-૨-૪૮ને દિવસે ગુજરાત વિદ્યાપીઠમાં બાપુજીના શ્રાદ્ધપ્રસંગે મળેલ પ્રાર્થનાસભામાં આપેલ ભાષણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org