________________
કથાપધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [૧૨૫૭ છે; અને જે તત્વનિષ્ણુઓની ચર્ચા હોય તે તેને સમય તત્ત્વનિર્ણચના અવસાન અને બેલનારની છૂર્તિ ઉપર અવલંબે છે.
જોકે દેવસૂરિના ઉપરોક્ત વર્ણન જેટલું વિસ્તૃત વર્ણન બીજા કેઈ ગ્રંથમાં અદાપિ જોવામાં નથી આવ્યું, છતાં અક્ષપાદના ન્યાયસૂત્ર ઉપરની વિશ્વનાથ તર્ક પંચાનનકૃત વૃત્તિમાં થોડુંક આને લગતું જાણવા જેવું વર્ણન છે. દેવસૂરિ અને તર્ક પંચાનન બંનેનું વર્ણન ઘણે અંશે એકબીજાની પૂર્તિ રૂપ હેઈ તેને અહીં જ આપી દેવું એગ્ય છે. વૃત્તિમાંથી ચાર મુખ્ય બાબતે અહીં નેધવા જેવી છે.
(૧) ચર્ચા સામાન્યને અધિકારીઓ કેવા હોવા જોઈએ તે. (૨) વાદકથાના (વિશિષ્ટ ચર્ચાના) અધિકારીઓ કેવા હોવા જોઈએ. (૩) સભા કેવી હોવી જોઈએ તે.
(૪) ચર્ચાને ક્રમ કે હવે જોઈએ. કથાધિકારી(વાદી પ્રતિવાદી)નું સ્વરૂપ –
તત્વનિર્ણય અગર વિજય એ બેમાંથી કોઈ પણ એકની ઇચ્છા રાખનાર, સર્વજન સિદ્ધ અનુભવની અવગણના ન કરનાર, સાંભળવા વગેરે કામમાં પહુ; તકરાર નહિ કરનાર અને ચર્ચામાં ઉપગી
થાય તેવું પ્રવર્તન કરવામાં સમર્થ વાદી પ્રતિવાદી લેવા જોઈએ. વાધિકાર –
તત્ત્વજ્ઞાનને ઇચ્છનાર, પ્રસ્તુત વિષય સાથે સંબદ્ધ જ બોલનાર, નહિ ઠગનાર, યથાસમયસ્કૃર્તિવાળા, અપેક્ષા (લાભેચ્છા) વિનાના,
અને યુક્તિયુક્ત વાતને સ્વીકાર કરનાર-વાદકથાના અધિકારી હેય. સલા –
સ્થાન (મધ્યસ્થી એવા અનુવિધેય (રાજાદિ સભાપતિ) તથા સભ્યથી યુક્ત સભા હોય પણ વીતરાગકથા (વાદ)માં તે આવશ્યક
નથી. તે માત્ર વાદી અને પ્રતિવાદીથી પણ ચાલી શકે છે. ક્રમ –
વાદી સ્વપક્ષને સાધકહેતુ મૂકી, આ મારે હેતુ હેવાભાસ નથી એમ સામાન્ય રીતે અને આ અસિદ્ધ વગેરે હેત્વાભાસ નથી એમ વિશેષ રીતે દૂષણને ઉદ્ધાર કરે એટલે પ્રતિવાદી વાદીના કથનને અનુવાદ કરી યથાસંભવ હેત્વાભાસ વડે વાદીના કથનને દૂષિત કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org