________________
૭૮ ]
| દર્શન અને ચિંતન - તેઓએ “મોક્ષમાળા'માં અર્થ સમજ્યા વિનાના શબ્દપાઠની નિરર્થકતા. બતાવતાં જે એક કચ્છી વાણિયાઓની ઉપહાસક (“મોક્ષમાળા'૨૬) કથા ટાંકી છે, તે અમુક અંશે પારિભાષિક હોઈ હું અહીં કહેતા નથી, પણ જે જેને હોય તે તેને તદ્દન સરળતાથી સમજી શકે તેમ છે. બીજાઓ પણ સહેજે જેની પાસેથી એ સમજી શકશે. એ કથા કેટલી વિનોદક અને. અભણ જેવા વૈશ્ય સમાજની પ્રકૃતિને બંધબેસે તેવી તેમ જ બોધક છે! ' શ્રીમદ જૈન સંપ્રદાયનાં નવ તની “મેક્ષમાળા” માં (૩) કુશળતાપૂર્વક સમજૂતી આપતાં પ્રશ્ન ઉઠાવે છે કે જીવ તત્વ પછી અજીવ તત્ત્વ આવે છે અને અજીવ તત્વ તે જીવનું વિધી છે; એ બે વિરોધી તત્ત્વોનું સમીપપણું કેમ ઘટે ? - તેઓ કલ્પનાબળથી એક ગોળ ચક્ર ઉપજાવી આ પ્રશ્નને ખુલાસો આકર્ષક રીતે પૂરું પાડતાં કહે છે કે જુઓ, પહેલું જીવ તત્વ અને નવમું મેક્ષ તત્વ એ બંને કેવાં પાસે છે? ત્યારે અજીવ બીજું તત્ત્વ તે જીવની નજીક દેખાય, એ તે અજ્ઞાનથી એમ સમજવું. જ્ઞાનથી તે જીવ અને મોક્ષ જ પાસે છે. આ એમની ક૯૫નાચારી એ ઉંમરે કેટલી અસાધારણ! એ જ રીતે તેવીસમે વર્ષે વેદાંતસંમત બ્રહ્માટૅત અને ભાયાવાદનું તેમની સમજ પ્રમાણે અયુક્તપણું બતાવવા એક ચતુષ્કોણ આકૃતિ (૬૩) ખેંચી તેમાં જગત, ઈશ્વર, ચેતન, માયા આદિના ભાગો પાડી કેટલી. કલ્પનાશક્તિ દાખવી છે! અહીં મુખ્ય પ્રશ્ન એ નથી કે તેમનું માયાવાદનું નિરસન કેટલું મૂળગામી છે? પણ પ્રશ્ન એ છે કે તેઓ જે વસ્તુને ઠીક કે ગેરઠીક સમજતા, તેને તેમ દર્શાવવાનું કલ્પનાબળ તેમનામાં કેટલું હતું ! પ્રશ્નોત્તર શૈલીથી વસ્તુ ચર્ચવાનું કલ્પનાબળ તે આપણે તેમની નાની ઉંમરમાં જ નિહાળીએ છીએ (“મોક્ષમાળા'-૧૦૨ આદિ).
બાવીસમે વર્ષે ક્યારેક તેઓ ઊંડા મનનની મસ્તીમાં પિતાના પ્રિય આધ્યાત્મિક વિકાસક્રમગુણસ્થાન–ના વિચારભુવનમાં પ્રવેશે છે અને પછી એ ચિંતનવિષયને વાણીમાં વ્યક્ત કરતાં એક મનોહર સ્વલક્ષી નાટકીય નેપથ્યની છાયાવાળ કલ્પનાત્મક સંવાદ રચે છે (૬૧), અને બહુ જ સરલતાથી ગુણ સ્થાનની વસ્તુ રેચક રીતે વિશ્લેષણપૂર્વક દર્શાવે છે—જેમ આગળ જતાં એ જ વસ્તુ આકર્ષક રીતે ભાવના દ્વારા “અપૂર્વ અવસર ” એ પદ્યમાં દર્શાવે છે. જૈન કે જેનેતર કઈ પણ ગુણસ્થાનના જિજ્ઞાસુ વાસ્તે આ સંવાદ કંટાળો આપ્યા સિવાય બોધક સાબિત થાય એવો છે.
ધર્મ, અર્થ આદિ ચાર પુરુષાર્થીનું નામ અને તેને પ્રસિદ્ધ અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org