________________
શ્રીમદ્રાજચંદ્ર–એક સમાચના
[૭૭૩ વિચારમાં આવે છે, અને તે એ કે શ્વેતાંબર પરંપરામાં બાકીની બને પરં પરાઓ પૂર્ણપણે સમાઈ જાય છે, જ્યારે સ્થાનકવાસી કે દિગંબર બનેમાંથી એકે પરંપરામાં શ્વેતાંબર પરંપરા પૂર્ણપણે સમાતી નથી. આ ભાવના શ્રીમદને બધી પરંપરાઓના નિષ્પક્ષ શાસ્ત્રજ્ઞાનને પરિણામે સ્પષ્ટ થયેલી તેમનાં લખાણો ઉપરથી જોઈ શકાય છે, કારણ તેઓ પોતાના સ્નેહીઓને દિગંબરીય શાસ્ત્રો વાંચવાની સાદર ભલામણ કરતાં કહે છે કે તેમાં જે નગ્નત્વને એકાંત છે તે ઉપર ધ્યાન ન આપવું. એ જ રીતે સ્થાનકવાસી પરંપરાની આગના કવચિત્ મનમાન્યા અર્થ કાઢવાની પ્રણાલી સામે પણ તે વિરોધ દર્શાવે છે, જ્યારે શ્વેતાંબર શાસ્ત્રીય પરંપરાના આચારકે વિચાર સામે તેમણે એક પણ સ્થાને વિરોધ દર્શાવ્યું છે કે તેમાં જૈન દષ્ટિએ કાંઈ ઊણપ બતાવી હોય, તેવું
એમનાં લખાણ વાંચતાં અત્યાર લગી મારા ધ્યાનમાં આવ્યું નથી. મારે પિતાનો અંગત અભ્યાસ પણ એ જ મત ઉપર સ્થિર થયો છે કે શ્વેતાંબરીય -શાસ્ત્રોની આચારવિચારપરંપરા એટલી બધી વ્યાપક અને અધિકારભેદે અનેકાંગી છે કે તેમાં બાકીની બન્ને પરંપરાઓ પૂર્ણપણે એમના સ્થાને ગોઠવાઈ જાય છે. કવિત્વ
શ્રીમદ માત્ર ગદ્યના જ લેખક નથી; તેઓએ કવિતાઓ પણ રચી છે. તેમને તે વખતે ઘણા કવિ” નામથી જ ઓળખાતા, અને કેટલાક તે તેમના અનુગામી ગણને કવિસંપ્રદાય તરીકે જ ઓળખાવતા.
જો કે તેઓ કોઈ મહાન કવિ ન હતા કે તેમણે કોઈ મહાન કાવ્ય નથી લખ્યું, છતાં તેમની કવિતાઓ જોતાં એમ લાગે છે કે કવિત્વનું બીજ–વસ્તુસ્પર્શ અને પ્રતિભા તથા અભિવ્યક્તિ સામર્થ્ય–તેમનામાં હતું. તેમની કવિતા અન્ય ગદ્ય લખાણની પેઠે આધ્યાત્મિક વિષયરપ જ છે. તેમના પ્રિય છેદે દલપત, શામળભટ્ટ આદિના અભ્યસ્ત છેદમાંના જ છે. તેમની કવિતાભાષા પ્રવાહબદ્ધ છે. સહજભાવે સરલતાથી પ્રતિપાદા વિષયને ખેળામાં લઈ એ પ્રવાહ ક્યાંક જેસભેર તે ક્યાંક ચિંતનસુલભ ગંભીર વચ્ચે જાય છે. સોળ વર્ષ પહેલાંની ઉમરમાં રચાયેલ કવિતાઓ સ્વાભાવિક રીતે જ શબ્દપ્રધાન અને શાબ્દિક અલંકારથી આકર્ષે એવી છે. તે પછીની કવિતાઓ વસ્તુ અને ભાવમાં ઉત્તરોત્તર ગંભીર બનતાં, તેમાં શાબ્દિક અનુપ્રાસ આપોઆપ ગૌણ સ્થાન લે છે.
એમના પ્રાથમિક જીવનની કવિતાઓને વિષય ભારતપ્રકૃતિસુલભ વૈિરાગ્ય, દયા, બ્રહ્મચર્ય ઇત્યાદિ વસ્તુઓ છે. પછીની લગભગ બધી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org