________________
સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૯૫:
તારૂં વાદીને પરાજિત કર્યાં પછી રાજસભામાં એ વાત પ્રગટ કરવી હતી. હેજી પણ તું એ ભૂલ કબૂલ કર. રાહગુપ્તે તર્ક અને હઠના બળથી પેાતાના નાજીવ પક્ષ મજબૂત રીતે ગુરુ સામે જૈન સિદ્ધાંતરૂપે સ્થાપવા યત્ન કર્યોં અને ગુરુએ કરેલ તેના નિષેધ કાઈ પણ રીતે ન સ્વીકાર્યો. આ જોઈ જાહેરમાં જ તેને અપ્રામાણિક ઠરાવવા ગુરુએ રાહગુપ્ત સાથે રાજસભામાં ચર્ચા શરૂ કરી. છ માસની લાંખી ચર્ચા પછી દરેક શ્રોતાને કંટાળા આવેલા જોઈ ગુરુએ ચર્ચાનો અંત આણવા વ્યવહારુ યુક્તિ યા”. તે એ કે જ્યાં જગતમાંની સર્વ વસ્તુઓ અવશ્ય મળી શકે તેવી દુકાને જઈ નેાજીવ વસ્તુની માંગણી કરવી, જો હશે તેા મળશે અને નહીં હોય તો દુકાનદાર ના પાડશે. જો ના પાડે તે તેજીવરાશિ નથી એમ સમજવું. તે પ્રમાણે કરતાં નવરાશિ તેવી દુકાને ન મળી એટલે રગુપ્તનું કથન : મિથ્યા સિદ્ધ થયું; અને ગુરુ શ્રીગુપ્તના પક્ષ સત્ય સિદ્ધ થયા. અંતે ગુરુને રાજા અને સભાએ સત્કાર કર્યાં. જૈનશાસનની પ્રશંસા થઈ. રાહગુપ્ત અપમાનિત થયા. તેણે છેવટે આગ્રહવશ એક દર્શન પ્રતાવ્યું; એ દન તે વૈશેષિક. એમાં તેણે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એવા છ પદાર્થોં પ્રરૂપ્યા.. રાહગુપ્ત ઉલૂક ગોત્રના હતા અને છ પદાર્થોના પ્રરૂપક થયા તેથી તેનું ખીજું નામ વડુ પણ કહેવાય છે. તેણે પ્રવર્તાવેલું વૈશૅષિકદાન તેની શિષ્યપરંપરા વડે આગળ જતાં વધારે ખ્યાતિ પામ્યું.
વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૨૪૫૨ થી આગળ ( પૃ. ૯૮૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org