________________
૧૧” ]
દર્શન અને ચિંતન પર્જન્ય, હવિધનિ અને બીજા અનેક રાજાઓ તપ દ્વારા સ્વર્ગે ગયા છે. રાજાઓ જ તપ વડે ઋષિ થઈ રાજર્ષિ કહેવાયા છે. માટે દરેક રીતે જોતાં યાથી તપ જ ચઢી જાય છે. આ રીતે સ્વાયંભુવ સૃષ્ટિમાં યજ્ઞપ્રવૃત્તિ થઈ ત્યારથી દરેક યુગે સાથે આ યજ્ઞ ચાલુ થયે છે.
[ મન્વન્તરનુક૫-દેવર્ષિ સંવાદ નામક અધ્યાય પૃ. ૨૭૦ ]
[ ૩] આ લેખમાં ન મુ લઈ તે ઉપર ચર્ચા કરવા પહેલાં ગયા લેખમાં લીધેલ “યામાં હિંસાની પ્રવૃત્તિ અને તેના પ્રતિપાદક વેદોની ઉત્પત્તિ” એ બીજા મુદ્દા વિષે એક પ્રાસંગિક નોંધ કરવા ધારી છે. અને તે એ કે ઉત મુદ્દા પરત્વે જૈન સાહિત્યમાંથી અપાયેલી કથાઓમાં નારદ, પર્વત અને વસુ. નામનાં ત્રણ પાત્રો આવે છે. એ જ નામનાં ત્રણ પાત્રે વાલ્મીકિના રામાયણમાં પણ આવે છે. આ ત્રિપુટીનું નામ સામ્ય છતાં વાલ્મીકિની અને જૈન, કથાની વસ્તુમાં કશું સામ્ય નથી. સામ્ય હોય તે તે એટલું જ કે એ નામના ત્રણ પાત્રે જેમ વાલ્મીકિના રામાયણમાં આવે છે તેમ જૈન કથામાં પણ જૈન રામાયણમાં જ આવે છે. આ ઉપરથી લેકેમાં કોઈ કાળે નારદપર્વત જેવા નામેની ખૂબ પ્રસિદ્ધિ હોવાનું ભાન થાય છે. એ વાતની પુષ્ટિ વળી બીજા એક તેથીયે જૂના અતરેય બ્રાહ્મણમાંના શુનઃશેપ આખ્યાનમાં આવેલા નારદ-પર્વત નામયુગલના ઉલ્લેખથી થાય છે.
દશને અને તેના પ્રવર્તકોની ઉત્પત્તિ વૈદિક ધર્મમાંથી જૈન, બૌદ્ધ આદિ સંપ્રદાય કેવી રીતે નીકળ્યા એ હકીકત સૂચવતી અનેક આખ્યાયિકાઓ જુદાં જુદાં પુરાણોમાંથી લઈ આ લેખમાળાના પહેલા ભાગમાં આપવામાં આવી છે. જેને સાહિત્યમાં પણ જૈન ધર્મમાંથી જૈનેતર દર્શને નીકળ્યાની તેવી જ વાતો મળે છે, તે આ લેખમાં આપવા ધારી છે. વૈદિક, પુરાણ અને જૈનસાહિત્યની વાતોમાં એક જાતનું સામ્ય છતાં તેમાં અન્તર પણ મોટું છે; અને તે એ કે પુરાણની વાત દેવ અને અસુરની ઘટનાથી મિશ્રિત હોઈ માનવી બુદ્ધિને ખુલાસો ન આપે તેવી અલૌકિક છે;
જ્યારે જૈન કથાઓ તેવી નથી. જોકે જૈનકથાઓ સંપૂર્ણ અતિહાસિક છે એમ તે તટસ્થ બુદ્ધિ ન જ કહી શકે; છતાં તેમાંથી સાંપ્રદાયિકતાને પાસ બાદ કરતાં થોડીવણી પણ અતિહાસિક બીને તેમાં સમાયાને સંભવ લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org