________________
૧૧૬૦ ]
દર્શન અને ચિંતન શિક્ષાવ્રત હૈાય છે. જ્યારે પાચકોએ આવા દ્વાદશ વ્રતધારી શ્રાવકોની ભરતને સૂચના કરી, ત્યારે ભરતે કાકિણીરત્ન વડે તેને ચિહ્ન કયુ છ છ મહિને પરીક્ષા કરી જે શ્રાવકો જણાયા તેને ચિહ્ન કર્યું. એ રીતે ચિહ્નવાળા તે જ બ્રાહ્મણા થયા. એ લોકો પોતાના કરાએ સાધુઓને આપતા. તેમાંથી કેટલાક દીક્ષા લેતા અને જે ન લેતા તે શ્રાવક જ રહેતા. ભરતે શ્રાવકોને જમાડેલ, તેથી બીજા પણ લોકો તેએને જમાડવા લાગ્યા. તેના સ્વાધ્યાય માટે ભરતે અસ્તુતિ તથા મુનિ અને શ્રાવકોની સામાચારીવાળા ( આચારપ્રથાવાળા ) વેદે રચ્યા. તેની કાકિણીરત્નની રેખા એ જ યજ્ઞો પવીત થઇ અને ક્રમે બધા મા હન'ને બદલે બ્રાહ્મણ કહેવાયા. એ જ શ્રાવકો તે મૂળ બ્રાહ્મણ. આ મર્યાદા ભરતરાજ્યના વખતની.
ત્યાર બાદ તેને પુત્ર આત્મિયશા થયા. તેણે કાકિણીરત્ન ન હોવાથી સાનાની યજ્ઞોપવીત ચલાવી. પછી મહાયશ વગેરે રાજાઓમાંથી કાઈ એ રૂપાની અને કોઈ એ વિચિત્રપટ્ટસૂત્રની જનેાઈ ચલાવી. આ બ્રાહ્મણધમ આઠ પેઢી સુધી ખરાબર ચાલ્યા. આ ક્રમ અર્થાત્ ભરતે નિર્માણ કરેલી બ્રાહ્મણુસૃષ્ટિ અને તે માટે રચેલ આય વેદો સુવિવિધ નામક નવમા તી કર સુધી ચાલ્યાં. અનાય વેદા તા પાછળથી સુલસ, યાજ્ઞવલ્કય વગેરેએ બનાવેલા છે.
(પૃ. ૧૫૬ થી ૧૫૮ )
આ જ વસ્તુ સવિશેષ વિસ્તૃત અને આલકારિકરૂપે ત્રિષષ્ટિશલાક પુરુષચરિત્રમાં વર્ણવાયેલી છે. (જુએ ગુજરાતી અનુવાદ પૃ. ૨૨૩ થી ૨૨૭.) (જ્ઞ ) ત્રિષષ્ટિચરિત્ર
બ્રાહ્મણત્વનું પતન શ્રી સુવિધિસ્વામીના નિર્માણ પછી કેટલાક કાળ જતાં કાળના દોષથી સાધુના ઉચ્છેદ થઈ ગયા. પછી જેમ મા ભ્રષ્ટ થયેલા વટેમાર્ગુ બીજા જાણીતા મુસાફરોને માગ પૂછે તેમ ધર્મના અન્ન લગ્ન સ્થવિર શ્રાવકાને ધમ પૂછવા લાગ્યા. તે પાતાને અનુસારે ધ કહેવા લાગ્યા. એવી રીતે પૂજા થવાથી દ્રબ્યાદિકમાં લુબ્ધ થઈ ને એ સ્થવિર શ્રાવકાએ તત્કાળ નવાં કૃત્રિમ શાસ્ત્રો રચી તેમાં વિવિધ જાતનાં મોટાં ફળવાળાં દાના વણુબ્યાં. તેમાં પ્રતિદિન દ્રવ્યાદિકમાં લુબ્ધ થઈને તેઓએ આ લાક તથા પરલોકમાં નિશ્રિત મેટાં ફળવાળાં કન્યાદાન, પૃથ્વીદાન, લેહદાન, તિલદાન, કપાસદાન, ગોદાન, સુવણૅદાન, રૂપ્યદાન, ગૃહદાન, અશ્રદાન, ૯. જેનેાના ચોવીસ તીર્થંકરા પૈકી નવમા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org