________________
૧૧૪૬ ]
દર્શન અને ચિંતન ઘરની અંદર પણ રહેલા પદાર્થોને પ્રકાશિત કરે? તેથી બંને લેકથી વિરુદ્ધ એવા આહંત મતથી શ્રેષ્ઠ શ્રાદ્ધ મતને જ સાક્ષાત્ સુખજનક
અને અત્યંત રમણીય અમે જોઈએ છીએ. શાંતિ––સખી! બીજે જઈએ. કરુણા–ભલે એમ જ. (બને ચાલે છે.) શાંતિ–(સામે જોઈને) આ સેમસિદ્ધાંત. ઠીક અહીં પણ અનુસરીએ ( ત્યાર
બાદ કાપાલિક રૂપધારી સેમસિદ્ધાંત પ્રવેશે છે.). સેમસિદ્ધાંત–(ફરીને) મનુષ્યનાં હાડકાંની માળાથી ભૂષિત, સ્મશાનવાસી,
મનુષ્યની ખોપરીમાં ભોજન કરનાર એ હું ગાંજનથી શુદ્ધ થયેલ
નેત્ર વડે પરસ્પર ભિન્ન એવા જગતને ઈશ્વરથી અભિન્ન જેઉં છું. ક્ષપણુક–આ ક પુરુષ કાલિક વ્રતને ધારણ કરે છે? માટે એને પણ
પૂછું. રે કાપાલિક ! મનુષ્યઅસ્થિની માળા ધારણ કરનાર ! તારે
ધર્મ અને મોક્ષ કેવો છે? કાપાલિક–હે ક્ષપણુક ! અમારા ધર્મને સમજી લે. અગ્નિમાં મગજ, આતરડાં,
ચરબીથી પૂર્ણ માંસની આહુતિઓ આપતા એવા અમારું પારણું બ્રાહ્મણની ખોપરીમાં ભરેલ દારૂ પીને થાય છે. સુરતના કાપેલ કઠોર ગળામાંથી ઝરતા લોહીની ધારથી ચળકતા એવા પુરુષનાં
બલિદાનથી પૂજાવા દે... મહાભેરવ અમારે દેવ છે. ભિક્ષુ-(કાન બંધ કરીને) બુદ્ધ! બુદ્ધ ! અહે ભયંકર ધમચરણ! ક્ષપણક_અરિહંત! અરિહંત ! અહે, ઘેર પાપ કરનાર કેઈએ આ
બિચારાને ઠગે છે. કાપાલિક-(ધ સાથે) હે પાપ! હે નીચ પાખંડી ! મૂડેલ માથાના !
ગુચ્છાદાર કેશવાળા ! વાળ ઉખાડી ફેંકનાર ! અરે! ચૌદ લેકની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારને પ્રવર્તક, વેદાન્તમાં પ્રસિદ્ધ એવા સિદ્ધાન્તના વૈભવવાળા ભગવાન ભવાનીપતિ ઠગનાર છે ત્યારે આ ધર્મને મહિમા બતાવીએ. હરિ, હર, ઈન્દ્ર વગેરે શ્રેષ્ઠ દેવોને હું ખેંચી લાવું છું, આકાશમાં ચાલતાં નક્ષત્રની ગતિઓ પણ હું રોકું છું, પહાડ અને નગર સહિત આ પૃથ્વીને જલપૂર્ણ કરીને સંપૂર્ણ તે પાણી ફરી ક્ષણમાત્રમાં પી જાઉં છું; એ વાત તું સમજી જા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org