________________
૧૧૪૪ ]
દર્શન અને ચિંતન (શાંતિ અને કહ્યું જાય છે.) (પછી હાથમાં પુસ્તકધારી ભિક્ષુરૂપ બૌદ્ધાગમાં પ્રવેશે છે. ભિક્ષુ-વિચાર કરીને) હે ઉપાસકે! સર્વ પદાર્થો ક્ષણિક તથા નિરાત્મક
છે. તેમ જ બુદ્ધિગત આંતરિક છતાં બહાર હેય એમ ભાસે છે. સંપૂર્ણ વાસના ગળી જવાથી તે જ બુદ્ધિસંતતિ હમણાં વૈષયિક છાયા વિનાની ભાસે છે. (ઘેડું ફરીને) અહો ! આ બૌદ્ધધર્મ સારે છે, કેમ કે એમાં સુખ અને મેક્ષ બને છે. મનહર ગુફા એ નિવાસસ્થાન છે. ઈછાનુકૂળ વૈશ્ય સ્ત્રીઓ છે, જોઈએ ત્યારે મળે એવું ઈષ્ટ ભજન, કોમળ પાથરણાવાળી સેજ, તરુણ યુવતીઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક સેવાયેલી એવી ચાંદનીથી ઉજજવલ રાત્રીઓ, શરીર સમર્પણની
ઉત્સવ ક્રીડાથી ઉત્પન્ન થતા આનંદ સાથે પસાર થાય છે. કરુણા –સખિ ! આ કે? નવા તાડના ઝાડ જેવો લાંબો લટકતા ગેરઆ
કપડાવાળો અને માત્ર ચોટલી રાખી મુંડાવેલ માથાવાળો એ આ
તરફ જ આવે છે ? શાંતિ-સખિ એ બુદ્ધાગમ છે. ભિક્ષુ –(આકાશ સામું જોઈને) હે ઉપાસકે અને ભિક્ષુઓ! તમે બુદ્ધનાં
વચનામૃત સાંભળો. (પુસ્તક વાંચે છે.) હું દિવ્યદૃષ્ટિથી લેકેની સુગતિ અને દુર્ગતિ જોઉં છું. સર્વ સંસ્કારો ક્ષણિક છે. સ્થિર એ આત્મા છે જ નહિ. માટે સ્ત્રીઓ ઉપર આક્રમણ કરતા એવા ભિક્ષુઓ પ્રત્યે ઈર્ષ્યા ન કરવી. કેમ કે ઈષ્ય એ ચિત્તનો મળ છે. (નેપથ્ય
સામે જોઈને) હે શ્રદ્ ! આમ આવ. શ્રદ્ધા–(પ્રવેશ કરીને) રાજકુ! આપ ફરમાવો. ભિક્ષ –ઉપાસકે અને ભિક્ષુઓને ચિરકાળ સુધી વળગી રહે. શ્રદ્ધા–રાજકુલની જેવી આજ્ઞા. (ચાલી ગઈ.); શાંતિ–હે સખિ ! આ પણ તામસી શ્રદ્ધા. કરુણ--એમ જ. ક્ષપણક-( ભિક્ષુને જોઈ ઊંચે સાદે) રે ભિક્ષુક ! જરા આ તરફ. કાંઈ પણ
ભિલું ક્રોધથી) ૨ દુષ્ટ ! પિશાચ જેવી આકૃતિવાળા ! એમ શું બકે છે ? ક્ષપણુક - અરે! ક્રોધ ત્યજ. કાંઈ શાસ્ત્રમાંથી પૂછું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org