________________
સાંપ્રદાયિક્તા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન
[ ૧૧૩૫ બ્રહ્મા–તાથી દ્વાપરના અંત સુધી એટલે કળિ આવે ત્યાં સુધી એક હનુમાન જ તેની રક્ષા માટે રામની આજ્ઞાથી નિયુક્ત થયેલ છે. ત્યાં દિનની તથા શ્રીમાતાની આજ્ઞા પ્રવર્તે છે. ત્યાં તેનું પઠન પાઠન, અનેક ઉત્સવો અને યજ્ઞો પ્રવર્તે છે.
યુધિષ્ઠિર–શું ક્યારેય તે સ્થાનને ભંગ થયો કે નહિ? તેમ જ મૈત્યોએ કે દુષ્ટ રાક્ષસોએ તે સ્થાન કયારે ?
વ્યાસ-કળિ પ્રાપ્ત થયા પછી પ્રથમ જ જે બન્યું તે સાંભળ. કલિપ્રાપ્ત થયે આમ નામનો રાજા થયે, જે કાન્યકુન્જનો સ્વામિ હતું, તેમ જ નીતિજ્ઞ અને ધર્મતત્પર હતો.
દ્વાપરનો અંત હતો, હજ કળિ આવવાને હતો, એટલામાં કળિના ભયથી અને અધર્મના ભયથી બધા દે પૃથ્વી ત્યજી નૈમિષારણ્યમાં ચાલ્યા ગયા. રામ પણ પિતાના સાથીઓ સાથે સેતુબંધ ગયા.
યુધિષ્ઠિર-કળિમાં એવો તે શો ભય છે કે જેને લીધે દેવોએ રત્નગર્ભ પૃથ્વીને ત્યજી?
વ્યાસ-કળિયુગમાં બધા અધર્મપરાયણ, બ્રાહ્મણશી, શ્રાદ્ધવિમુખ અને અસુરાચારરત થાય.
જે વખતે પૃથ્વી ઉપર કાન્યકુબ્બાધિપ આમ રાજ્ય કરતે તે વખતે પ્રજાની બુદ્ધિ પાપથી મલિન થઈ અને તેથી વૈષ્ણવ ધર્મ ત્યજી બૌદ્ધ ધર્મ તેણે સ્વીકાર્યો. અને ક્ષપણોથી પ્રતિબોધિત થઈ એ પ્રજા તેને (આમને ) અનુસરી. એ જ કળિયુગને ભય. - તે આમની મામા નામે રાણું અતિપ્રસિદ્ધ હતી. તેણીને તે રાજાથી એક પુત્રી થઈ, જેનું નામ રત્નગંગા હતું. એક વખતે એ કાન્યકુમ્ભ દેશમાં દેવયોગે દેશાંતરથી દ્રસૂરિ આવ્યો. તે વખતે એ રાજકન્યા સોળ વર્ષની પણ અવિવાહિત હતી. એ ઈંદ્રસૂરિ દાસી મારફત એ કન્યાને મળ્યો. અને શાબરી મંત્રવિદ્યા તેણીને કહી. તેથી તે કન્યા શાળથી પિડાવા લાગી અને તે સૂરિના વાક્યમાં લીન થઈ મોહ પામી.
ક્ષપણોથી પ્રતિબોધ પામી તે કન્યા જૈનધર્મપરાયણ બની. ત્યાર બાદ બ્રહ્માવર્તના રાજા કુંભીપાલને તે કન્યા આપવામાં આવી અને તે કુંભીપાલને વિવાહમાં મેહેરક (મેઢેરા ગામ) આપ્યું. તે કુંભીપાલે તે વખતે ધર્મારણ્યમાં આવી રાજધાની કરી અને જૈનધર્મ પ્રવર્તક દેવને સ્થાપ્યા. તેમ જ બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org