________________
અનુશીલન
[ ૧૦૯૭
ભાંગવનાર માન અને ભાગની લાલસામાં ભક્તોનું પતન નિહાળી નથી શકતા. -ભક્તો પણ ગાડરિયા પ્રવાહથી વધારે ને વધારે પડતા જાય છે. તેથી જાગ્રત કરવા માટેની બીજી શુદ્ધ દૃષ્ટિ છે, જે એવા પતનથી બચાવે ખરી. ઈશ્વર કે ખુદા એ સાવ જુદી વસ્તુ છે એવું દૃષ્ટિબિંદુ ક્રિશ્ચિયન, મુસલમાન અને યહૂદીનું છે. જેઓ ઈશ્વરને સ્વતંત્ર વ્યક્તિ ન માનતાં માનવમાત્રમાં પ્રયત્નસાધ્ય ઈશ્વરત્વ માને છે તે કાઈ ને અવતાર માને છે ત્યારે એને અ એટલે જ છે કે તેણે પ્રયત્નથી ઈશ્વરત્વ સિદ્ધ કર્યું. બીજા પણ તેમ કરી શકે. એટલે તેના પ્રત્યે બહુમાન વધે છે, પણ તે સીમિત નથી રહેતું. ગુરુને તા તેઓ ત્યાં લગી જ માને છે, જ્યાં લગી તેનામાં ગુસ્યાગ્ય સદ્ગુણા હાય. એટલે ગુરુમાં ઈશ્વરત્વને વારસા માનવાની ભૂલથી બચી જાય છે. ગુરુને ઈશ્વર જેવા માનવાને પરિણામે સર્વોપણની ભાવનામાંથી અનાચાર પોષાયા છે, એટલે એ દૃષ્ટિનું સશોધન ઇષ્ટ છે.
અવતાર કે ગુરુમાં ઈશ્વરની માન્યતાનો જે લાક્ષણિક કે આલંકારિક અથ છે તે લેખકે બહુ સરસ રીતે સ્ફુટ કર્યાં છે. કનક-સુત્ર અને જલ સમુદ્રનાં દૃષ્ટાન્તા સમથક છે.
આ લેખમાં માન્યતા પાછળની દૃષ્ટિનું સશેાધન છે. તત્ત્વજ્ઞાન કે દૃષ્ટિસાધન આચાર ધડે છે. આચારનું પીઠબળ જ એ છે. પણ એક વાર આચાર સ્થપાયા પછી તેની પ્રેરક દૃષ્ટિમાં કરી કાઈ સ`શાધન કરે ત્યારે નવા સંશોધન પ્રમાણે પુનઃ આચાર જલદી જલદી બદલાતા નથી. એટલે દૃષ્ટિમાં સંશાધના થતાં રહે છે અને જૂતી આચારપ્રણાલિ પણ ચાલુ રહે છે. તત્ત્વજ્ઞાન આગળ વધે છે અને આચાર પાછળ જ પડ્યો રહે છે. અદ્વૈતનું તત્ત્વજ્ઞાન ખરું, પણ જીવનમાં સ્પર્શાસ્પને આચાર માત્ર દ્વૈતપ્રધાન જ છે. અદ્વૈત વ્યવહાર વધર્મમાં નથી. એ સૂચવે છે કે આચારનું ખોખું જૂનું અને અદ્વૈત ભાવના પાછળની. અદ્વૈત ઉપર જ પ્રથમથી આચાર ઘડાયા હેાય તે આવે સ્પર્શીસ્પર્શે આવી ન શકે. ભ્રાતૃભાવના સિદ્ધાંત દલીલમાં છે. તમ્મૂલક તેના આચાર પણ પ્રથમથી જ છે. એ સિદ્વાંત અને આચાર સાથે સાથે ચાલે છે, જ્યારે હિંદુ ધર્મમાં તેમ નથી. મૂર્તિમાં ઈશ્વરત્વ માનવાની વિરુદ્ધ દૃષ્ટિ નવા સંપ્રદાયા દ્વારા આવી, પણ સાધારણ સમાજ મૂર્તિ માનતા ન અટકશે. ચૈત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે એ વિચાર કયારેક સ્થિર થયા, પણ વ્યવહારમાં નારીની અવગણના જ ચાલુ રહી. અવગણના નહિ તે તેનું ઊતરતુ સ્થાન તે ખરુ` જ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org