________________
જૈન ન્યાયને ક્રમિક વિકાસ
[ ૯ ] ન્યાય અને ન્યાયશાસ્ત્ર: જે અનુમાનપ્રણાલિકાથી સંદિગ્ધ વસ્તુને નિર્ણય કરી શકાય છે તે અનુમાનપદ્ધતિને “ન્યાય' કહેવામાં આવે છે. જે શાસ્ત્રમાં આવી અનુમાનપદ્ધતિનો વિચાર મુખ્યપણે હોય છે, તે શાસ્ત્ર ન્યાય-સાહિત્યમાં સ્થાન લે છે. ન્યાયશાસ્ત્રમાં માત્ર ન્યાયની અનુમાનપદ્ધતિની જ ચર્ચા હોય તેમ કાંઈ નથી હોતું, તેમાં સમગ્ર પ્રમાણેનું નિરૂપણ હોય છે; એટલું જ નહિ, પણ તેમાં પ્રમેયોનું નિરૂપણ સુધ્ધાં હોય છે. છતાં એટલું ખરું કે તેવી જાતના સાહિત્યમાં પ્રમાણના નિરૂપણે અને તેમાંયે અનુમાન પદ્ધતિના નિરૂપણે મોટો ભાગ રોકેલે હોય છે. તેથી જ તેવી જાતનું સાહિત્ય પ્રાધાન્ટેન તથા મવરિત ” એ ન્યાયને અનુસરી ન્યાય–સાહિત્ય કહેવાય છે.
ચેતન સૃષ્ટિમાં મનુષ્યજાતિનું મહત્ત્વ તેની બુદ્ધિને લીધે છે. તેની બુદ્ધિની મહત્તા વિચાર-સ્વતંત્રતાને લીધે છે. વિચાર–સ્વાતંત્ર્ય એ તર્ક અને જિજ્ઞાસાશક્તિનું પરિણામ છે. તેથી જ્યારે કેઈ બહારનું કે અંદરનું દબાણ ન હોય ત્યારે હરકોઈ મનુષ્યની બુદ્ધિ આપોઆપ શંકા અને તર્ક કર્યા કરે છે, અને તેમાંથી જ કલ્પનાશક્તિ ખીલતાં ક્રમે અનુમાનપદ્ધતિ નિષ્પન્ન થાય છે. આ કારણથી ન્યાય એ કઈ પણ દેશની કે કોઈ પણ મનુષ્યજાતિની વિકિસત કે વિકાસ પામતી બુદ્ધિનું એક દશ્ય સ્વરૂપ છે. થોડામાં કહીએ તે મનુષ્યજાતિની વિચારશક્તિ એ એકમાત્ર ન્યાયશાસ્ત્રનું ઉદ્ગમ સ્થાન છે.
છતાં દેશભેદ કે સંપ્રદાયભેદથી ન્યાયશાસ્ત્રના વિભાગ પડી જાય છે, જેમ કે, પશ્ચિમીય ન્યાયશાસ્ત્ર, પૂર્વીય ન્યાયશાસ્ત્ર, પૂર્વને ન્યાયશાસ્ત્રમાં પણ વૈદિક, બૌદ્ધ અને જૈન એ મુખ્ય ભાગો છે.
ત્રણ ભેદનું પારસ્પરિક અંતર ઃ આવા ભાગો પડી જવાનું મુખ્ય કારણ સંપ્રદાયભેદ એ તે છે જ, પણ બીજા ખાસ કારણે છે; જેમ કે ભાષાભેદ, નિરૂપણપદ્ધતિની ભિન્નતા અને ખાસ કરી સાંપ્રદાયિક પ્રમેયની અને માન્યતાઓની ભિન્નતાને લીધે ઉપસ્થિત થયેલે પ્રસ્થાનભેદ. વૈદિક ન્યાયનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org