________________
૧૦૭૪ ]
દર્શન અને ચિંતન ' श्रेणिपरिणतौ तु कालगर्भवद्भावतो भावोऽविरुद्ध एव ।'
–લલિતવિસ્તરા તથા એની મુનિચંદ્રસૂરિકૃત પંજિકા પૃ. ૧૧૧. તપ, ભાવના આદિથી જ્યારે જ્ઞાનાવરણીય ક્ષય પશમ તીવ્ર થઈ જાય છે ત્યારે સ્ત્રી શાબ્દિક પાઠ સિવાય જ દૃષ્ટિવાદનું સંપૂર્ણ અર્થજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને શુકલધ્યાનના બે પાદ પ્રાપ્ત કરીને કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે.
'यदि च शास्त्रयोगागम्यसामर्थ्ययोगावसे यभावेष्वति सूक्ष्मेष्वपि तेषां विशिष्टक्षयोपशमप्रभवप्रभावयोगात् पूर्वधरस्येव बोधातिरेकसद्भावादाद्य शुक्लध्यानद्वयप्राप्तेः केवलावाप्तिक्रमेण मुक्तिप्राप्तिरिति न दोषः । अध्ययनमन्तरेणापि भावतः पूर्ववित्त्वसंभवात्, इति विभाव्यते, तदा निर्ग्रन्थीनामप्येवं द्वितयसंभवे दोषाभावात् ।' -શાસ્ત્રવાર્તામુ, પૃ. ૪૨ ૬.
- ગુરુમુખથી શાબ્દિક અધ્યયન કર્યા વિના અર્થબોધ ન થાય એ નિયમ નથી કારણ કે અનેક માણસો એવા દેખાય છે કે જેઓ કોઈ પણ માણસ પાસે ભણ્યા વિના જ મનન અને ચિંતન દ્વારા પિતાના ઈષ્ટ વિષયનું ડું જ્ઞાન મેળવી શકે છે.
હવે રહ્યો શાબ્દિક અધ્યયન નિષેધ. તે નિષેધ આ પ્રશ્ન ઉપર અનેક તર્કવિતર્ક ઉત્પન્ન કરે છે; જેમ કે, જે મનુષ્યની અંદર અર્થ. જ્ઞાનની એગ્યતા માની શકાય, તે મનુષ્યને શાબ્દિક અધ્યયન માટે અયોગ્ય માનો એ કેટલું સંગત છે? શબ્દ એ તે અર્થજ્ઞાનનું સાધનમાત્ર છે. તપ, ભાવના આદિ અન્ય સાધનથી જે માણસ અર્થજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તે માણસ તે જ્ઞાન શબ્દ દ્વારા સંપાદન કરવામાં અયોગ્ય છે એમ કહેવું તે ક્યાં સુધી વ્યાજબી છે? શાબ્દિક અધ્યયનના નિષેધ માટે જે તુચ્છપણું, અભિમાન આદિ માનસિક દેષ દેખાડવામાં આવ્યા છે તે શું પુરુષ જાતિમાં નથી હોતા ? જે વિશિષ્ટ પુરુષોમાં તે દોષોને અભાવ હોવાથી પુરુષ સામાન્ય માટે શાબ્દિક અધ્યયનનો નિષેધ ન કર્યો તે શું પુરુષ સમાન વિશિષ્ટ સ્ત્રીઓને સંભવ નથી ? અને જે અસંભવ હોય તે સ્ત્રીમેક્ષનું વર્ણન પણ કેમ સંભવી શકે ? શાબ્દિક અધ્યયન માટે જે શારીરિક દોષોની સંભાવના કરી છે તે પણ શું બધી સ્ત્રીઓને લાગુ પડે છે ? જે કેટલીક સ્ત્રીઓમાં લાગુ પડતી હોય તે શું કેટલાક પુરુષોમાં પણ શારીરિક અશુદ્ધિની સંભાવના નથી ? આવી દશામાં પુરુષજાતિને છેડી સ્ત્રી જાતિ માટે શાબ્દિક અધ્યયનને નિષેધ શા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org