________________
જૈન તત્વજ્ઞાન
[ ૨૦૫૦ તેના બહુ વિસ્તારને સ્થાન નથી, છતાં એ જ વિચારને વધારે સ્પષ્ટ કરવા અહીં ભારતીય બીજાં દર્શનેના વિચારો સાથે કોઈ સરખામણી કરવી છે.
: (૪) જૈન દર્શને જગતને માયાવાદીની પેઠે માત્ર આભાસ કે માત્ર કાલ્પનિક નથી માનતું, પણ એ જગતને સત્ માને છે. તેમ છતાં જૈન દર્શન સંમત સત્સ વ એ ચાર્વાકની પેઠે કેવળ જડ અર્થાત સહજ ચૈતન્યરહિત નથી. એ જ રીતે જૈન દર્શન સંમત સતતત્વ એ શાંકર વેદાન્ત પ્રમાણે કેવળ ચૈિતન્યમાત્ર પણ નથી, પરંતુ જેમ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને બૌદ્ધ દર્શન સત-તરવને તદન સ્વતંત્ર તેમજ પરસ્પર ભિન્ન એવા જડ તેમ જ ચેતન બે ભાગમાં વહેંચી નાખે છે, તેમ જૈન દર્શન પણ સતતત્ત્વની અનાદિસિદ્ધ જડ તથા ચેતન એવી બે પ્રકૃતિ સ્વીકારે છે, જે દેશ અને કાળના પ્રવાહમાં સાથે રહેવા છતાં મૂળમાં તદ્દન સ્વતંત્ર છે. જેમ ન્યાય, વૈશેષિક અને યોગદર્શન આદિ એમ સ્વીકારે છે કે આ જગતનું વિશિષ્ટ કાર્યસ્વરૂપ ભલે જડ અને ચેતન બે પદાર્થો ઉપરથી ઘડાતું હોય, છતાં એ કાર્યની પાછળ કેઈઅનાદિસિદ્ધ સમર્થ ચેતનશક્તિને હાથ છે, એ ઈશ્વરીય હાથ સિવાય આવું અદ્ભુત કાર્ય સંભવી શકે નહિ, તેમ જૈન દર્શન નથી માનતું. એ પ્રાચીન સાંખ્ય, પૂર્વમીમાંસક અને બૌદ્ધ આદિની પેઠે માને છે કે જડ અને ચેતન એ બે સ–પ્રવાહો આપોઆપ, કેઈ ત્રીજી વિશિષ્ટ શક્તિના હાથ સિવાય જ, ચાલ્યા કરે છે, અને તેથી આ જગતની ઉત્પત્તિ કે વ્યવસ્થા માટે ઈશ્વર જેવી સ્વતંત્ર અનાદિસિદ્ધ વ્યક્તિ સ્વીકારવાની એ ના પાડે છે. જોકે જેના દર્શને ન્યાય, વૈશેષિક, બૌદ્ધ આદિની પેઠે જડ સત-તત્વને અનાદિસિદ્ધ અનંત વ્યકિતરૂપ સ્વીકારે છે અને સાંખ્યની પેઠે એક વ્યક્તિરૂપ નથી સ્વીકારતું, છતાં તે સાંખ્યના પ્રકૃતિગામી સહજ પરિણામવાદને અનંત પરમાણુ નામક જડ સત્તામાં સ્થાન આપે છે.
- આ રીતે જેને માન્યતા પ્રમાણે જગતને પરિવર્તન-પ્રવાહ આપમેળે જ ચાલે છે, તેમ છતાં જૈન દર્શન એટલું તે સ્પષ્ટ કહે છે કે વિશ્વમાંની જે જે ઘટનાએ કાઈની બુદ્ધિ અને પ્રયત્નને આભારી દેખાય છે તે ધટનાઓની પાછળ ઈશ્વરને નહિ પણ તે ઘટનાઓના પરિણામમાં ભાગીદાર થનાર સંસારી જીવને હાથ છે, એટલે કે તેવી ધટનાઓ જાણે-અજાણે કોઈ ને કોઈ સંસારી જીવના બુદ્ધિ અને પ્રયત્નને આભારી હોય છે. આ બાબતમાં પ્રાચીન સાંખ્ય અને બૌદ્ધ દર્શન જૈન દર્શન જેવા જ વિચારે ધરાવે છે.
વેદાન્ત દર્શન પ્રમાણે જૈન દર્શન સચેતન તત્વને એક કે અખંડ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org