SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પરિવાજિદ્ધનું માંચક લગ્ન [ ૯૯૯ રહેતો કે જે અન્ય પરંપરાના વિદ્વાને સાથે વાદચચમાં ઊતરે, તેમને હરાવે અને પિતાના સમ્પ્રદાયને જયધ્વજ સ્થાપે. હજારો વર્ષનું સંસ્કૃત-પ્રાકૃતપાલિ વાલ્મય વાદચર્ચાના કાલ્પનિક અને અતિહાસિક વર્ણનેથી ભરેલું છે. અખાડામાં કુસ્તી કરવાના દાવપેચે અને નિયમ હોય છે, જેમ યુદ્ધમાં શસ્ત્ર ચલાવવાના અને તેથી બચવાના દાવપેચે ખેલાય છે, તેમ વાદકથા વિશે પણ છે. એનું એક વિશિષ્ટ શાસ્ત્ર જ રચાયું છે. તેથી કઈ જ્યારે એક વિષયમાં પારગામી થાય ત્યારે તેની પહેલી નેમ તે વિષયના હરીફને જીતવાની અને પિતાને સિક્કો જમાવવાની રહે છે. એ જ પરંપરાગત વહેણને વશ થઈ દાક્ષિણાત્ય પંડિત મથુરામાં વિજય માટે આવ્યું છે અને એ જ વલણને વશ થઈ પેલી પરિવાજિકા પણ પ્રથમ તે વાદનું બીડું ઝડપે છે. લેકેને જાતે યુદ્ધ કરવું ન હોય ત્યારે યુદ્ધ જેવાને રસ પણ અદમ્ય હેય છે. એવું યુદ્ધ જેવા ન મળે તે એની વાર્તા પણ રમ્ય લાગે છે, એ આપણો અનુભવ છે. પંડિત અને પરિત્રાજિકા વચ્ચે વાદન અખાડે રચવામાં મથુરાવાસીઓનો રસ કેટલે ઊંડે છે તે તે જાહેર ચર્ચા જોવા ચેમેરથી માનવમેદની ઊભરાય છે અને સાંજ પડે તેય જમાવટ કાયમ રહે છે એટલા ઉપરથી દેખાઈ આવે છે. આવી ઘટના આજે પણ જૂની ઢબના પંડિતમાં અને નવી ઢબની બેટિંગ કલબમાં બનતી જોવાય છે. તેથી “મહાવસ્તુના પ્રસ્તુત કથાનકમાં જે વાદસભાને લગતું ચિત્ર છે તે વસ્તુસ્થિતિનું નિદર્શક માત્ર છે. ૨. સ્ત્રી પણ વાદપટુ સામાન્ય રીતે એમ જ દેખાય ને મનાય છે કે વિદ્યા પુરૂષપ્રધાન હેઈ વાદ કે ચર્ચામાં પુરુષો જ પડે છે, પણ આ ધારણા પૂર્ણ સત્ય નથી. હજારો વર્ષ પહેલાં પણ સ્ત્રીઓ વાદમાં ભાગ લેતી–એની સંખ્યા પુરુષો કરતાં નાની હોય એ વાત જુદી. પણ સ્ત્રીઓ વિદ્યા શીખતી જ નહિ કે પુરુષો સાથે શાસ્ત્રીય વિષયોમાં વાદચર્ચા કરવામાં ભાગ લેતી જ નહિ એ માન્યતા નિરાધાર છે. ઉપનિષદોમાં વાચનવીની વાત જૂની અને જાણીતી છે. તેણે જનકની સભામાં યાજ્ઞવક્ય જેવા જ્ઞાની સામે માર્મિક અને મૂંઝવી નાખે એવા પ્રશ્નો કરેલા અને યાજ્ઞવધે એનું મહત્ત્વ પણ અંકેલું. મંડનમિશ્રની પત્ની સરસ્વતીએ શંકરાચાર્ય જેવાને થકવ્યાની દંતકથા પણ છે. દાક્ષિણ પંડિત સાથે ચર્ચા કરવાનું બીડું ઝડપનાર એક સ્ત્રી છે; એટલું જ નહિ, પણ તે સ્ત્રી પરિત્રાજિકા છે એમ કહેવામાં આવ્યું છે. પરિવ્રાજક વર્ગ બુદ્ધ-મહાવીર પહેલાંથી આ દેશમાં ચાલ્યા આવે છે. એની પરસ્પર વિરુદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy