________________
પરિવાજિકાનું માંચક લગ્ન
[ ૯૯૭ મઠમાં જવા લાગ્યો. બન્ને જણ પિતાને રુચે તેમ સમાગમમાં આવવા લાગ્યા. પુનઃ પુનઃ મિલનના પરિણામે તે પરિવાજિક આપન્નસત્ત્વા-સગર્ભા થઈ. બન્નેએ મથુરામાં રહેવું ઠીક નથી એમ વિચારી ત્યાંથી દક્ષિણ તરફ પ્રવાસ આદર્યો. ગ્રામાનુગ્રામ પગે ચાલતાં શ્વેતબલાકા નામની નગરીમાં તેઓ પહોંચ્યા. નવ-દશ માસ પૂરા થતાં જ તે પરિવાજિકાએ પુત્રને જન્મ આપે. એક સભા અર્થાત સાર્વજનિક સ્થાનમાં એને જન્મ થવાથી માતાપિતાએ એનું સભિક નામ પાડ્યું. માતાપિતા બન્નેએ તેને કાળજીથી ઉછેર્યો અને ઉમરલાયક થતાં તેને લિપિ, ગણિત અને બીજા અનેક પરિવ્રાજક શાસ્ત્રો શિખવાડ્યાં. તે સભિક છેવટે વાદી પ્રવાદી તરીકે પ્રસિદ્ધિમાં આવ્યું. હવે સભિકને શાસ્ત્રવિસ્તાર એક મહાન સમુદ્ર જેવો જણાયો ને પિતાની જાતને અબુદ્ધ-અજ્ઞાની લેખી કોઈ બુદ્ધ -જ્ઞાનીની શોધમાં નીકળી ગયો. અનેક દેશોમાં પરિભ્રમણ કરતો કરતો છેવટે તે જ્યાં તથાગત બુદ્ધ હતા ત્યાં વારાણસી પાસેના મૃગદાવ ઉપવનમાં આવી પહોંચ્યું. સભિક બુદ્ધ સાથે કુશળવાર્તા કરી એક બાજુ બેસી ગયો અને તેણે ભગવાન બુદ્ધને પ્રશ્નો પૂછવાના ઇરાદાથી કહ્યું કે, “હે ભદન્ત તથાગત ! હું નામે સભિક પરિવ્રાજક કેટલીક શંકાઓ નિવારવા તમારી પાસે આવ્યો છું અને જિજ્ઞાસાવશ પૂછું કે તમે મારા પ્રશ્નોને અનુક્રમે 5 ખુલાસો કરે.” તથાગતે કહ્યું કે, તું બહુ દૂરથી જિજ્ઞાસાવશ આવે છે, તે ખુશીથી પ્રશ્નો કર. હું તેને યથાયોગ્ય ઉત્તર વાળીશ.”
સલિકે ગાથાબદ્ધ શૈલીમાં પ્રથમ પ્રશ્ન કર્યો કે ભિક્ષુ કોને કહેવાય? શ્રમણ અને દાત કોને કહેવાય ? બુદ્દે કહ્યું કે જેણે આત્મ કર્યો હોય, જે કાંક્ષાથી પર હોય અને જેણે નિર્વાણ પ્રાપ્ત કરી પુનર્ભવને ક્ષય કર્યો હોય તે ભિક્ષુ. જે બધી બાબતોમાં ઉપેક્ષાશીલ રહે, જે પ્રત્યેક ક્ષણે જાગતે રહે ને જે કોઈ પણ જાતની હિંસા કરવાથી મુક્ત રહે, જે નિર્દોષ હોય તે શ્રમણ જેણે ઇન્દ્રિયને વશ કરી હોય, જે આ લેક કે પરલોકમાં આસક્ત થયા વિના ભાવનાપૂર્વક કર્તવ્યનું પાલન કરી સમયનો સદુપયોગ કરતા હોય તે દાન્ત. આ જવાબ સાંભળી સભિક પરિવ્રાજક તથાગતને બહુ ભિનંદન આપી ફરી પ્રશ્નો કર્યા કે હે ભદન્ત ! બ્રાહ્મણ કેને કહેવો? સ્નાતક કેળુ કહેવાય ? અને નાગનો અર્થ શું ? બુદ્ધે કહ્યું કે જે બધાં પાપોને બહાર કરી, નિર્મળ થઈ સમાધિસ્થ થયો હોય અને જે સંસારનું ખરું સ્વરૂપ સમજી સ્થિર મનથી બ્રહ્મચર્યમાં વસેલ હોય તે બ્રાહ્મણ. જે અન્દર અને બહારનાં બધાં મળોનું પ્રક્ષાલન કરી દેવ તેમ જ મનુષ્યોએ કલ્પેલી સીમાઓ કે એકાઓમાં ફરી નથી બંધાતે તે સ્નાતક. જે દુનિયામાં રહી કોઈ ગુને કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org