________________
સ્ત્રી-પુરુષના બળાબળની મીમાંસા
[૩૪]
* કઈ કહે છે કે સ્ત્રીઓએ પુરુષનું પૌરુષ હર્યું. બીજાઓ વળી કહે છે કે પુસ્થાને લીધે જ સ્ત્રીઓ અબળા બની. આ બેમાં કોઈ એક જ કથન સાચું છે કે બન્ને સાચાં છે કે બન્ને ખોટાં છે એ પ્રશ્ન છે. એને ઉત્તર મેળવવા ઈચ્છનારે વિશેષ ઊંડા ઊતરવું જોઈશે. વિકારને વેગ માત્ર અમુક જાતિ સાથે સંબંધ નથી ધરાવતે. તેને તપાસવા આત્માની ભૂમિકાઓ ઉપર દષ્ટિપાત કરવો પડશે.
સ્ત્રી હોય કે પુરુષ, બન્નેમાં આત્મા સમાન છે. વાસનાના કૃત્રિમ વાતાવરણથી તેજ ખંડિત ન થયું હોય એવો જાગતો તેજસ્વી આત્મા સ્ત્રીના શરીરમાથે હેઈ શકે અને પુરુષના શરીરમાંયે હોઈ શકે. કવ્ય, કળા, વિદ્યા કે ધર્મના ભવ્ય સંસ્કાર માત્ર અમુક જાતિ સાથે સંકળાયેલા નથી હોતા. એ સંબંધમાં આલંકારિક સજશેખર પોતાની કાવ્યમીમાંસામાં કહે છે કે, પુરુષની પેઠે સ્ત્રીઓ પણ કવિ થાય, કારણ કે સંસ્કાર એ આત્મા સાથે સંબંધ ધરાવે છે.” તે સ્ત્રી કે પુરુષ એવા વિભાગની અપેક્ષા નથી રાખતે. તે કહે છે કે, “અનેક રાજપુત્રીઓ, મંત્રીપુત્રીઓ, ગણિકાઓ અને સ્ત્રીઓ શાસ્ત્ર અને કવિ તરીકે સંભળાય છે અને જોવામાં પણ આવે છે.”
સ્ત્રી જાતિના બળ અને શીલ વિશે શંકા ઉઠાવનારને ઉત્તર આપતાં સાહિત્યસ્વયંભૂ હેમચંદ્ર (પિતાના યોગશાસ્ત્રની ટીકામાં પૃ. ૨૦૮ થી) બહુ જ માર્મિક ભાષામાં વિસ્તારથી કહે છે કે સ્ત્રીઓ પુરના જેટલી જ દાન, સંમાન અને વાત્સલ્યની પાત્ર છે, કારણ કે તેઓ પણ પુરુષ જેટલી જ યેગ્યતા ધરાવે છે. અમુક સ્ત્રી વ્યક્તિઓ યેચ ન હોય કે દૂષિત હોય તે ઉપરથી આખી સ્ત્રી જાતિને બલ કે શીલહીન માનવામાં આવે તે પુરુષ જાતિને પણ તેવી જ માનવી જોઈએ, કારણ કે અનેક પુરુષો પણ ક્રૂર, કૃતન અને મૂર્ખ હોય છે. અનેક પુરુષ એગ્ય પણ મળે છે, તેથી આખી પુરુષ જાતિને અયોગ્ય કહી ન શકાય એવી દલીલ કરવામાં આવે છે તે દલીલ સ્ત્રીના વિષયમાં
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org