SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ ] દર્શન અને ચિંતન તેમ જ વિષયની દૃષ્ટિએ શીખવા ને શીખવવા માટે એવું એક સંસ્કૃતમય માનસિક ઘડતર ઊભું થાય છે કે તેને લીધે એવા ગદ્યગ્રંથ જ નહિ, પણ પદ્યરચનાઓ પણ કરવી તેમને સરળ બને છે. ૩. મારા ઉપર્યુક્ત લેખમાં મેં ગાંધીજી વગેરેના મતે છાપેલા તે આ. માંડકને ભ્રામક લાગ્યા છે. તેઓ કહે છે, “એ મતે જ્યારે ગાંધીજી વગેરેએ ઉચ્ચાર્યા હતા ત્યારે આ પ્રશ્ન આ રૂપમાં એમની પાસે હતું જ નહિએ વખતે તે અંગ્રેજીનું જ સાર્વત્રિક સામ્રાજ્ય હતું અને એને ટાળવું એ જ મુખ્ય પ્રશ્ન હતું. એ પ્રશ્ન આજના રૂપમાં ગાંધીજી પાસે હેત તે એ છે મત આપત તેના વિશે કશું જ કહેવું અપ્રસ્તુત છે.” આ સંબંધમાં મારે એટલું જ કહેવાનું છે કે ગાંધીજીના અવસાનને ફક્ત દેઢ જ વર્ષ વીત્યું છે. એટલા ટૂંકા ગાળામાં પરિસ્થિતિ કે પ્રશ્નનું રૂપ એકદમ એવું તે કેવું બદલાયું છે તે મારી સમજમાં આવતું નથી. પરિસ્થિતિ બદલાયાની દલીલ ભારે મતે નકામી છે. ઊલટું, સ્વરાજ્ય મળ્યાથી તે જે પરિસ્થિતિ ગાંધીજી વગેરેએ કલ્પેલી તે ઉપસ્થિત થઈ છે, કેમ કે અંગ્રેજોના જવાની સાથે અંગ્રેજીની ઉપાધિ પણ ગઈ છે. આ પરિસ્થિતિ આપણી સામે પ્રત્યક્ષ રૂપે આવતાં આપણને એ નવી લાગે, પણ નિત્યના પરામર્શથી ગાંધીજી વગેરેને એ નવી ભાગ્યે જ હેય. વળી, વર્ષો સુધી સ્વાભાવિક ક્રમે ગાંધીજીએ પ્રજાની કેળવણીમાં પ્રયોજવા માટેની ભાષાને જે વિચાર સે તે જ પં. જવાહરલાલ નેહર, રાજેન્દ્ર બાબ, શ્રી. કિશોરલાલ મશરૂવાળા, પં. રાહુલ સાંકૃત્યાયન વગેરેના મસ્તિષ્કમાંથી વહે છે, તે પણ આકસ્મિક યોગ તો ન જ હોઈ શકે. પરિસ્થિતિના સમ્યક્ દર્શનને જ એ પરિપાક છે. વળી, પરિસ્થિતિ બદલાયાને જેવો અનુભવ આ. માંકડને થયો છે તે આ વિદ્વાનોને થે હેત તો એમણે જરૂર પોતાના વિચાર-પરિવર્તનની પ્રજાને જાણ કરી હોત. ગાંધીજી સિવાયના વિદ્વાને આપણે સદ્ભાગ્યે હજી આપણી વચ્ચે છે. તેમણે કંઈ વિચાર બદલાયાની જાહેરાત કરી નથી. અને ગાંધીજીએ પિતાને વિચાર ઉતાવળમાં કે અધીરાઈમાં કે અંગ્રેજીના ઠેષથી પ્રેરાઈને ઓછો જ ઘડ્યો. હતો ? ગાંધીજી કેવળ વિધ્વંસનો વિચાર કરતા નહોતા, સાથે રચનાને પણ વિચાર કરતા હતા. જેમ વિલાયતી કાપડની હોળી કરવાનું કહીને પ્રજાને કાંતવાને માર્ગ એમણે બતાવ્યો તેમ અંગ્રેજી જેવી પરભાષાની ઉપાધિને કાઢ્યા પછી એના સ્થાનમાં કઈ ભાષા કઈ કક્ષામાં હોય તે સંબધી એમની પાસે સ્પષ્ટ નિશ્ચય હતે. ઠેઠ આફ્રિકામાં રહેતા હતા તે કાળથી તે ભરણ પર્યત એ નિશ્ચય એમણે ટકાવેલો. એમને મતે હિંદી રાષ્ટ્રભાષા હતી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004635
Book TitleDarshan ane Chintan Part 2
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherSukhlalji Sanman Samiti Ahmedabad
Publication Year1957
Total Pages904
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy