________________
૯૭૦ ]
દર્શન અને ચિંતન કૃત્રિમપણે બધભાષાનું સ્થાન આપીને પ્રાતીય વિશેષતાઓને ગળાટું ન દેવો જોઈએ, એ જ અહીં વક્તવ્ય છે.*
બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી ૧૯૪૯.
એમ કહેવામાં આવ્યું છે કે અંગ્રેજીના પેઠે આપણા દેશમાં એક કાળે સંસ્કૃત ઉચ્ચ શિક્ષણની બેધભાષા હતી, અને તે જ રીતે હવે રાષ્ટ્રભાષાને એ સ્થાન મળવું જોઈએ. આ વિધાન સંસ્કૃત પૂરતું તે સાવ મિયા છે. સંસ્કૃત કઈ કાળે શિક્ષણનું વાહન હતી નહિ અને અત્યારે પણ નથી. સંસ્કૃતમાં લખાયેલા છે
જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે શીખવાય છે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે સર્વત્ર નિરપવાદ પદ્ધતિ એ જ રહી છે કે શીખવનાર જે ભાષા સારી રીતે જાણતો હોય તેમાં અગર તે શીખવનારને જે ભાષા તદન પોતાની હોય તેમાં એનું શિક્ષણ આપવું. દક્ષિણ, ઉત્તર કે પૂર્વના કોઈ પણ સંસ્કૃતશિક્ષણપ્રધાન કેન્દ્રમાં જઈને જુઓ તો અધ્યાપક અને વિદ્યાથીઓ કઈ રીતે શિક્ષણ આપે ને લે છે તે પરથી પૂરો ખ્યાલ આવી જશે. સંસ્કૃતની વ્યાપકતા એટલા જ અર્થમાં છે કે હિંદુસ્તાનને કેઈ પણ પ્રાચીન પરંપરાને વિદ્વાન તે ભાષામાં લખવાનું પસંદ કરે છે અને બીજા ગમે તે પ્રાન્તને વિદ્વાન તે ભાષામાં લખાયેલું સમજી શકે છે. સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક એ બધા વિષયો સંસ્કૃત ભાષા દ્વારા છેવત્તે અંશે ખેડાયેલા છે, પણ સંસ્કૃતે કદી સંસ્થાગત રૂપે વ્યાપકપણે બોધભાષા તરીકેનું સ્થાન લીધું નથી, અને તે લેવા જાય છે, એટલે કે અધ્યાપક સંસ્કૃતમાં શીખવે તે, વિદ્યાથીઓને ખાલી હાથે જ પાછા ફરવું પડે. એટલે પૂર્વકાળમાં જુદી જુદી ભાષાઓ વચ્ચે અનુસંધાન કરનારી મુખ્યપણે જે ભાષા હતી અને અત્યારે પણ છે તે સંસ્કૃત અને તેમ છતાં તે પોતાના ક્ષેત્રમાં બેધભાષાનું સ્થાન લઈ શકી નથી. એ ભાષા માત્ર શીખવાના વિષય તરીકે તેમ જ સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ધાર્મિક વિષયોને ગ્રંથબદ્ધ કરવાના મુખ્ય વાહન તરીકે કામ આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org