________________
હ૩૧]
દર્શન અને ચિંતન હે ભગવન ! ગુણો તરફ અંધ રહેનારા અને એથી જ પોતાની જાતના અહિતકારી એવા આ એકાંતવાદીઓ ભેગા થઈને તારા સિદ્ધાંતમાં જે જે દોષ બતાવે છે તે જ દે અનેકાંતવિજ્ઞાનની કસોટીએ કસાતાં તાર સૂક્ત સમજવામાં સાધનરૂપ નીવડે છે; અથત એકાંતવાદીઓ જેને દોષરૂપ સમજે છે તે જ દોષ અનેકાંતવિજ્ઞાનની દૃષ્ટિએ તપાસતાં તત્ત્વમાર્ગને સમજવાનું સાધન થાય છે. ” ૧, ૬.
ગમે તેવા વાદ કરવામાં કુશળ એવા એકાંતવાદીઓ ભગવાનની તેલ તિ ન જ આવી શકે એમ બતાવતાં કહે છે –
સમૃદ્ધ પત્રવાળો એટલે સુંદર પીંછાની સમૃદ્ધિવાળો પણ મર ગરુડની ચાલે તો ન જ ચાલી શકે તેમ હે ભગવન ! કોઈ પણ પ્રકારના વાદનું મંડન કરવામાં એક્કા છતાં એ એકાંતવાદીએ તારા વિચારને તે ન જ પહોંચી શકે " ૧, ૧૨.
ભગવાનના અહિંસાના સિદ્ધાન્તમાંથી જન્મેલા જીવજંતુ-વિજ્ઞાનનું માહામ્ય દર્શાવતાં કહે છે કે – - “હે ભગવન ! બીજા વાદીઓને જેને સ્પર્શ સુધ્ધાં નથી થશે એવો
આ પછવનિકાયને વિસ્તાર તેં જે દર્શાવ્યું છે તે દ્વારા જ સર્વજ્ઞતાની પરીક્ષામાં ક્ષમ એવા આ વાદીઓ તારા તરફ પ્રસન્નતા અને ઉત્સવ સાથે મૂકી ગયા છે” ૧, ૧૩.
ભગવાનની શિષ્ય પરંપરાના સામર્થનું વર્ણન કરતાં જણાવે છે કે–
હે ભગવન્! વનવિહારી, અવધૂત અને અનુગાર હેવાથી જેઓની કયાંય નિષ્ઠા-આસકિત નથી એવા જ્વલંત ચિત્તવાળા તારા પ્રશિષ્ય જે જાતને યશ વિસ્તારે છે તેટલો પણ યશ એક સમૂહમાં સંકળાયેલા આ એકાંતવાદીઓ નથી મેળવી શકતા; અર્થાત જગતમાં ત્યાગ અને ચારિત્રની જ પૂજા થાય છે, પણ વાદવિવાદ કે ખંડનમંડનની ધમાલને કોઈ પૂછતું પણ નથી.” ૧, ૧૫.
આગમન માધુર્યને લીધે જાણે ભગવાન મહાવીરને સાક્ષાત્કાર જ ન થત હેય એ પિતાને અનુભવ નિવેદતા કહે છે કે
હે જિનેન્દ્ર ! આજે પણ તારી વાણીને ઉકેલતાં એમ લાગે છે કે જાણે તું પિતે જ સાક્ષાત તારા વચનામૃતનું પાન કરાવી રહ્યો છે. એ તારી
૧. પત્રનો અર્થ પીંછું અને પક્ષ એટલે વાદ પણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org