________________
હ૩૨ ]
દર્શન અને ચિંતન ભાગે પિતાની પ્રતિભા અને વિદ્યાવ્યાસંગનું અદ્ભુત નિદર્શન દાર્શનિક અને તાર્કિક ગ્રંથ મારફત કરાવી રહ્યા છે, ત્યારે ગૂજરાતના જન જમણે જ દાર્શનિક અને તાર્કિક પ્રદેશમાં પિતાની ગંભીર વિચારણાનું પ્રદર્શન કરાવે છે.
ગૂજરાતમાં બૌદ્ધ વિદ્વાને હાથે રચાયેલી કઈ કૃતિ વિશે આજે સ્પષ્ટ પ્રમાણુ નથી. બ્રાહ્મણ વિદ્વાનોને હાથે દર્શન કે ન્યાયના વિષયમાં કાંઈ પણ મહત્ત્વપૂર્ણ લખાયું હોય એવી માહિતી અદ્યાપિ નથી જ મળી. દર્શન અને તર્કના પ્રદેશમાં સ્વૈર વિહાર કરનાર સિદ્ધસેન, મલવાદી, સિંહક્ષમાશ્રમણ, જિનભદ્ર, હરિભદ્ર, શાંત્યાચાર્ય, અભયદેવ, મલયગિરિ, હેમચંદ્ર, ચંદ્રપ્રભ, નરચંદ્ર, જિનેશ્વર, મુનિચંદ્ર, વાદી દેવસૂરિ, ગુણરત્ન, મલિષેણ, રાજશેખર અને છેલ્લા ઉપાધ્યાય શ્રી. યશોવિજયજી એ બધા જૈન શ્રમણે જ છે, અને તેમાં કેટલાયે તો એવા છે કે જેની એકએકની કૃતિઓની સંખ્યા ક્ષેમેન્દ્રની તે સંખ્યા કરતાં બમણી કે ચારગણી સુધ્ધાં છે. એ બધાની કૃતિઓ અત્રે મુખ્ય પ્રસ્તુત નથી. એમાં સિદ્ધસેનની કૃતિઓ અને તેમાંયે સન્મતિત પ્રસ્તુત છે અને તેથી ગૂજરાત ગૌરવ લેવું જોઈએ કે સન્મતિ અગર તેની ટીકા એ ગૂજરાતનું સર્જન છે.
આપણું જૂનામાં જૂનું જે જ્ઞાન સચવાઈ રહ્યું છે તેનાં સાધનમાં મુખ્ય સાધન ભંડાર છે. પુસ્તકસંગ્રહ ( લાયબ્રેરી )ની પ્રથા આ દેશ માટે નવી નથી. એનો ઈતિહાસ જેવો મહત્વનો છે તેવો જ આકર્ષક છે. આપણું દેશમાં ભંડારે બે જાતના છે: વ્યક્તિની માલિકીના અને સંધની માલિકીના. બ્રાહ્મણ સંપ્રદાયના ભંડારો મેટેભાગે પહેલા પ્રકારના છે. જૈન સંપ્રદાયમાં વ્યક્તિએ સ્થાપેલા અને વધારેલા ભંડારે પણ છેવટે સંધના જ કબજામાં આવે છે. તેથી જૈન સંપ્રદાયના ભંડારે સંધની જ સંપત્તિ મનાય છે. દક્ષિણ, પૂર્વ અને ઉત્તર હિંદુસ્તાનમાં એવા સેંકડો મોટા મોટા જૈન ભંડારો છે, પણ અહીં તે પ્રસ્તુત નથી. વ્યાપાર અને અર્થપ્રિય ગૂજરાતે માત્ર પૈસાને સંગ્રહ નથી કર્યો, કિન્તુ એણે જ્ઞાનસંગ્રહ કરવામાં પણ જરાયે પાછી પાની નથી કરી. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના નાનામોટા દરેક જાણીતા શહેરમાં એક કે વધારે જૈન ભંડાર હોવાના જ. કેટલાંક શહેરે તે જૈન ભંડારને લીધે જ જાણતાં છે. પાટણ, ખંભાત, લીંબડી, કેડાઈ વગેરેનું નામ સાંભળતાં જ વિદ્વાનોના મનમાં બીજી વસ્તુ પહેલાં ભંડારે જ આવે છે. આવા સેંકડો ભંડાર ગૂજરાતે સાચવ્યા છે અને તેમાં લાખો વિવિધ પુસ્તકો સચવાયેલાં છે.
જૈન ભંડારે એ કાંઈ માત્ર જૈન પુસ્તકોના જ સંગ્રહસ્થાને નથી. એના સ્થાપક અને રક્ષકાએ દરેક વિષય તેમ જ દરેક સંપ્રદાયના પુસ્તક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org