________________
દર્શન અને ચિંતન અશોકની ધર્મસંતતિ મહેન્દ્ર અને સંઘમિત્રાએ સિલેનમાં પાલિવાડ્મયનું વટવૃક્ષ રોપ્યું. ત્યારબાદ તે તેની શાખા-પ્રશાખાઓ બીજા દેશે સુધી પણ પહોંચી. જાણે કે એદ્ધપરંપરાની અઢારે નિકા ફેલાવાના કામમાં સ્પર્ધા કરતી ન હોય તેમ ભારતના એક ખૂણાથી બીજા ખૂણું સુધીમાં અને મધ્ય એશિયા તથા ચીન આદિ દેશમાં પણ બૌદ્ધ વાત્મયે પોતાના સૌરભથી વિદ્યાભ્રમરેને આકર્ષી. ભારત બહાર દક્ષિણ દિશામાં જે બૌદ્ધ વાત્મયને લગતી પ્રવૃત્તિ શરૂ થઈ તે પાલિ ભાષામાં મુખ્યપણે હતી; અને ગાંધાર, કાશ્મીર જેવા ઉત્તરીય દેશોમાં જે પ્રવૃત્તિ ચાલતી તે મુખ્યપણે સંસ્કૃતાવલમ્બી બની. તળ ભારતમાં તો બન્ને ભાષામાં એ પ્રવૃત્તિ ચાલતી. શરૂઆતમાં આ પ્રવૃત્તિનો વિષય મુખ્યપણે ત્રિપિટક હતા. સર્વાસ્તિવાદીઓ સંસ્કૃતને જ મુખ્યપણે અવલંબી પ્રવૃત્તિ કરતા, જ્યારે મહાસાધિકે પ્રાકૃત ભાષાઓને અવલંબી પિતાનું ધ્યેય સાધતા. ૧ એમ લાગે છે કે પ્રમાણ અને ન્યાયશાસ્ત્રના પ્રવેશ પહેલાં જ ચીનમાં સંસ્કૃત ત્રિપિટકે પહોંચી ગયાં હતાં, એને તેને આશરી ચીની ભાષામાં ભાષાન્તરનું કામ પણ શરૂ થઈ ગયું હતું.
આ મા ભારતીય અને અભારતીય વિદ્વાનોએ મળી બૌદ્ધ વાડ્મયને લગતી જે પ્રવૃત્તિ કરી છે તેના ચાર ભાગ પાડી શકાયઃ ૧. ભાષાન્તર, ૨. વ્યાખ્યાઓ અને ટીકાટિપણે, ૩. એક જ વિદ્વાન દ્વારા આકર ગ્રન્થનું તેમ જ તેમાં પ્રવેશ કરાવનાર એકાદ મુદ્દા ઉપરનાં નાનાં નાના પ્રકરણોનું નવું પ્રણયન, જ. અન્યના આકર ગ્રન્થ કે પ્રકરણે ઉપરથી માત્ર પ્રવેશક જિજ્ઞાસુને ઉપગી થાય તેવાં નાનાં નાનાં પ્રકરણની નવીનવી રચના. - ત્રીજા વિભાગની પ્રવૃત્તિના ઉદાહરણ તરીકે નાગાર્જુનને મધ્યમકકારિકા ગ્રન્થ અને તેમાં પ્રવેશ કરવા માટે ઉપયોગી થાય તેવું વિગ્રહવ્યાવર્તિની પ્રકરણ સૂચવી શકાય. દિદ્ભાગે પિતે જ પ્રમાણસમુચ્ચયના પ્રારંભમાં (કા. ૧ અને વૃત્તિ) સૂચવ્યું છે કે તેણે છૂટાં છૂટાં પ્રકરણે રચ્યાં અને પછી તે પ્રમાણસમુચ્ચય નામક આકર ગ્રન્થ રચે છે. દિદ્ભાગની પ્રવૃત્તિનું જ જાણે અનુકરણ ન કરતા હોય તેમ તેના પછી લગભગ ૧૫૦ વર્ષે થયેલ ધર્મકીર્તિ પ્રમાણ વાર્તિક જેવા આકરગ્રન્થ અને ન્યાયબિન્દુ, વાદન્યાય આદિ જેવાં પ્રકરણો રચે છે. દિન્નાગ સુધીમાં જે પ્રમાણુવિદ્યા અને ન્યાયવિદ્યાને બૌદ્ધપરંપરાએ વિકાસ કર્યો હતો તેમાં ધર્મકીર્તિના સમય સુધીમાં ઘણે ઉમેરે પણ થયું હતું. ધમકીર્તિની સમગ્ર વાડ્મયપ્રવૃત્તિ પ્રમાણ અને ન્યાયવિજ્ઞાન કેન્દ્રમાં રાખીને જ
Kimura : Hinayana and Mahayana, p. 6, 7.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org