________________
૮૪ ]
દર્શન અને ચિંતન
કાકા કાલેલકર એમ સમજી જવાય છે. ગુજરાતી, મરાઠી અને હિંદી એ ત્રણ ભાષામાં તે તેએ પહેલેથી આજ સુધી લખતા આવ્યા છે, જોકે તે ભાષાઓ તા ઘણી જાણે છે. જેમ ખીજા કેટલા વિષયેા તેઓ જાણે છે એ કહેવું અધૂરું છે, તેમ તેની ભાષાસંપત્તિ વિશે પણ છે, છતાં હુ જાણું જીં ત્યાં સુધી એમનાં લખાણા તેા ઉક્ત ત્રણ ભાષામાં વિપુલ પ્રમાણમાં સુપ્રસિદ્ધ છે. તેથી એ ત્રણ ભાષાના જગતના વાચકે અને સાક્ષરા તો કાકાસાહેબને જાણે પાતપાતાની માતૃભાષાના લેખક હૈાય તે રીતે જ ઓળખે છે. તેમની માતૃભાષા કે ભણતરની ભાષા તા મરાઠી છે, પણ જેઓ તેમનાં ગુજરાતી અને હિન્દી લખાણા વાંચે છે તે બધા જ નિર્વિવાદપણે સ્વીકારે છે. કે કાકાની ભાષાશક્તિ અને લખાણની હથેાટી અદ્ભુત છે, વિરલ છે.
એક કાઈ સિદ્ધહસ્ત લેખકની કૃતિના અનેક યાગ્ય હાથે અનુવાદ થાય છે. ઘણીવાર એ અનુવાદો મૂળ જેવા જ મનાય છે, તેમ છતાં લેખક અને અનુવાદક અનેનાં હૃદ્ય સવથા એક તેા નથી જ થઈ શકતાં. એક હૃદયમાંથી મૂળ જન્મે છે અને ખીજામાંથી અનુવાદ. છેવટે એમાં બિમ્બપ્રતિબિમ્બનું સામ્ય હાય છે, પણ અભેદ તો નથી જ હતા. તેથી ઊલટુ, જ્યારે કાઈ સિદ્ધહસ્ત લેખક પોતે જ અનેક ભાષાઓમાં લખે છે અને તે ઉપર તેના પૂર્ણ કાબૂ હાય છે ત્યારે તે લેખકનું એક જ હૃદય એ વિવિધ ભાષાઓનાં લખાણામાં ધબકતું હેાય છે. અનુવાદ કરતાં મૂળ લેખકની વિવિધ ભાષાઓની કૃતિઓની ખુમારી ઓર હોય છે. ગાંધીજી ગુજરાતીમાં લખે, હિન્દીમાં લખે અને અંગ્રેજીમાં પણ, પરંતુ એ ત્રણેમાં ગાંધીજીનું જે હૃદય વ્યક્ત થાય તે તેમના કાઈ એક ભાષાના લખાણના ખીજાએ કરેલ સિદ્ધહસ્ત અનુવાદમાં ભાગ્યે જ જોઈ શકાય. આ દૃષ્ટિએ વિચાર કરતાં એવું વિધાન કરવાનું મન થઈ જાય છે કે અનેક ભાષામાં લખનાર સિદ્ધહસ્ત લેખક અને તલસ્પર્શી વિચારક તે તે ભાષાના સાહિત્યને અને તે તે ભાષાભાષી જગતને, તર ભાષાના સાહિત્યમાંથી અને ઇતર ભાષાભાષી જગતમાંથી, ઘણી કીમતી અને ઉપયોગી ભેટા આપે છે. કાકાસાહેબને વિશે કહેવું હાય તો એમ કહી શકાય કે તેમણે ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં પોતાની માતૃભાષા અને ખીછ માતૃવત્ કરેલી ભાષાની સમૃદ્ધિથી બહુ મોટા વધારા કર્યાં છે. ગુજરાતી ભાષાને અનેક નવા શબ્દો, નવી કહેવત, નવા રૂઢિપ્રયોગો આપ્યા છે. સાથે સાથે ગુજરાતી ભાષાના ગામડિયા ગણાતા, તળપદા મનાતા કેટલાય શબ્દો, કેટલીય કહેવતો વગેરેને પોતાના બહુશ્રુતત્વના સંસ્કારથી સસ્કારી સાક્ષરપ્રિય અનાવ્યાં છે. અને ગુજરાતી ભાષામાં કાઈ પણ જાતનું દારિદ્રથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org