SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગલાલા જુઓ આ શાળના કણસલાના સુંદર કેસર જેવા ચળકતા કેસરી શરીરવાળો તે ભોળો પક્ષી શીકારીના બાણથી કમ્મરે વીંધાયેલો અહીં દેખાડો છે. (૫૧). અને આ પતિસ્મરણે વ્યાકુળ અને કરુણુ દશાવાળી, શાળના કણસલા જેવી કાંતિવાળી અને પડતી ઉકાની જેમ શરીરને પડતું મૂકતી ચક્રવાકી આલેખી છે. (૫૭૨). મરણ પામેલા આ ચક્રવાકને નદીકાઠે દાહ દેતા શીકારીએ, જુઓ, તેને નામશેષ બનાવી દીધે. (૫૭૩). તો અહીં શોકાગ્નિથી બળતી કરુણ દશામાં આવી પડેલી ચક્રવાકી પતિના પંથને અનુસરતી અગ્નિમાં પ્રવેશ કરતી આલેખી છે. (૫૭૪). કેવું મનહર ચિત્ર છે ! શરદપૂનમની સર્વ દર્શનીય વસ્તુઓનું આ સારસર્વસ્વ છે, પરંતુ આ ચિત્રની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે તે જણાય તેવું નથી.” (૫૫), તરુણની મૂછ: પૂર્વભવસ્મરણ કુતૂહળથી ઘેરાઈને મિત્રોને બતાવતાં બતાવતાં આટલે સુધીનું ચિત્રમાંનું ચરિત્ર જોઈને તે એકાએક મૂર્શિત થઈ ગયો. (૫૭૬). મજબૂત દોરડાનો બંધ છૂટતાં નીચે પડતા ઈંદ્રવજની જેમ તે એકદમ, વિરલ પ્રેક્ષકોને કારણે સૂના બનેલા ધરણીતલ પર ધબ દઈને પડો.(૫૭૭). તેના મિત્રો બાજુમાં જ હોવા છતાં, ચિત્રકર્મને જોવામાં તેમનું ધ્યાન ચાંટેલું હોઈને તેમને તેના પડ્યાની તરત જણ ન થઈ. (૫૭૮). નિચેષ્ટ બનેલા તેને તેઓએ લેધ્યમય યક્ષમૂર્તિની જેમ ઊંચકો, અને લાવીને એક બાજુએ હવાવાળા સ્થાનમાં મૂક્યો. (૫૭૯). ચિત્રપટ્ટને જોઈને જ એ પડી ગયો છે એવું તેઓ સમજી ગયા. હું પણ તેનું પડવાનું કારણ શું છે તે જાણવાને ત્યાં જઈ પહોંચી. (૫૮૦). મારું હૃદય પણ એકાએક સંતોષનો ભાવ અનુભવતું પ્રસન્ન બની ગયું : લાભાલાભ અને શુભાશુભની પ્રાપ્તિનું આ નિમિત્ત હોય છે. (૫૮૧). હું વિચારવા લાગી, “આ જે પેલે ચક્રવાક જ હોય તો કેવું સારું ! તો આ શેઠની પુત્રી પર ખરેખર મોટો અનુગ્રહ થાય. શેકસમુદ્રમાં ડૂબતી, હાથીની સૂંઢ સમા સુંદર ઉરુવાળી તે બાલાને, તો આ ગુણરત્નના નિધિ સમે વર પ્રાપ્ત થાય.” (૫૮૨–૫૮૩). હું એ પ્રમાણે વિચારતી હતી. તેટલામાં પેલાની તેના મિત્રોએ આસનાવાસના કરી. ગદ્દગદ કંઠે કરુણ રુદન કરતો તે આ પ્રમાણે બોલવા લાગ્યો. (૫૮૪). “ રુચિર કંકુમના જેવો વાન ધરતી, સ્નિગ્ધ શ્યામ નેત્રવાળા, મદનબાણે પડનારી, રે મારી સુરતપ્રિય સહચરી! તું કયાં છે ? (૫૮૫. ગંગાના તરંગ પર વિહરતી, પ્રેમની મંજૂષા સમી મારી ચક્રવાકી, તારા વિના ઉત્કટ દુઃખ હું કેમ ધારણ કરી શકીશ? (૫૮૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004633
Book TitleSamkhitta Taramgavai Kaha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year1979
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy